Not Set/ ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

ભારે ગરમી અને ઉકળાટથી ત્રસ્ત થઇ ગયેલા ગુજરાતીઓને હવે વરસાદે મહદ અંશે રાહત આપી છે. રાજ્યનાં ઘણા શહેરોમાં મેઘરાજાએ પધરામણા કરી દીધા છે. જો કે હજુ રાજ્યનાં ઘણા શહેરોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આવનારા ચાર દિવસોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી આપવામાં આવી છે. જો કે […]

Top Stories Gujarat
rain ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

ભારે ગરમી અને ઉકળાટથી ત્રસ્ત થઇ ગયેલા ગુજરાતીઓને હવે વરસાદે મહદ અંશે રાહત આપી છે. રાજ્યનાં ઘણા શહેરોમાં મેઘરાજાએ પધરામણા કરી દીધા છે. જો કે હજુ રાજ્યનાં ઘણા શહેરોમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આવનારા ચાર દિવસોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી આપવામાં આવી છે.

જો કે આ વચ્ચે પાવીજેતપુર તાલુકા કદવાલ, ભીખાપુરામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદ વધુ પડતા ગામોનાં રસ્તા પર આવેલા નાળાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે અને ગામોનાં રસ્તા પાણીમાં ડૂબી ગયા છે. ગીર અને ગિરગઢડા પંથકમાં છેલ્લા 4 દિવસ થી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગીરનાં તમામ ઝરણાઓ નવસર્જિત થયા છે. ગઈકાલે 1.5 ઇંચ બાદ આજે સવારે વધુ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. જો વીરપુર જલારામ ધામની વાત કરવામાં આવે  તો અહી ધીમીધારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે.

શું કહેવુ છે હવામાન વિભાગનું

હવામાના વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં 3 જૂલાઈથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વેધર વોચ કમિટીની મળેલી બેઠકમાં આ આગાહી કરવામાં આવી હતી. આ સાથે જ ભારેથી અતિભારે વરસાદને લઈ SDRFને એલર્ટ રહેવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં 3 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઇને તંત્ર હવે એલર્ટ થઇ ગયું છે. વેધર વોચ કમિટીની બેઠકમાં એસડીઆરએફને એલર્ટનાં આદેશ આપી દેવામાં આવ્યા છે. એસડીઆરએફને તમામ સાધન સામગ્રી સાથે એલર્ટ રહેવા માટેનાં આદેશ અપાયા છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદમાં 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે.

આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. તો મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.