વિવાદ/ ગણેશોત્સવ વખતે જ ગણેશજી કરતાં સ્વામિનારાયણને મોટા બતાવાતા લોકોમાં આક્રોશ

હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જ મહીસાગરના લુણાવાડામાં શ્રીગણેશના પોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો છે. તેમા ગણેશજી કરતા સ્વામિનારાયણને મોટા બતાવવામાં આવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

Top Stories Gujarat
Mantavyanews 13 4 ગણેશોત્સવ વખતે જ ગણેશજી કરતાં સ્વામિનારાયણને મોટા બતાવાતા લોકોમાં આક્રોશ

મહીસાગરઃ સ્વામિનારાયણ સંપ્રદાયની Swaminarayan dispute હાલમાં બરોબરની માઠી દશા બેઠી લાગે છે. સાળંગપુરના હનુમાનજીનો વિવાદ માંડ-માંડ શમી રહ્યો છે ત્યાં હવે મહીસાગરનો વિવાદ સર્જાયો છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જ મહીસાગરના લુણાવાડામાં શ્રીગણેશના પોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો છે. તેમા ગણેશજી કરતા સ્વામિનારાયણને મોટા બતાવવામાં આવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. છપૈયાધામ સોસાયટી વિસ્તારની આ ઘટનામાં સ્વામિનારાયણ ભગવાનને ગણેશજીથી મોટા બતાવાત ફરીથી લોકોમાં આક્રોશ છે.

લોકોએ તેની સામે સોશિયલ મીડિયામાં વિવિધ પોસ્ટ Swaminarayan dispute મૂકીને આક્રોશ વ્યક્ત કર્યો છે. લુણાવાડા શહેરમાં છપૈયા ધામ સોસાયટી વિસ્તારમાં ગણપતિ ભંડારમાં સ્વામિનારાયણ ભગવાનની તસ્વીર ગણપતિ કરતાં મોટી બતાવાતા વિવાદ સર્જાયો છે. આમ ફરીથી સનાતન વિ. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થિતિ સર્જાઈ છે.

ફક્ત આટલું જ નહી ફેસબૂક પરના અહેવાલના આધારે રિપોર્ટિંગ કરવા જનારા મીડિયા કર્મચારીઓ પર પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા લુણાવાડા શહેરમાં અજંપાભરી સ્થિતિ છે.

ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજી થોડા Swaminarayan dispute સમય પહેલા સાળંગપુરનો વિવાદ થયો હતો. તેમા સાળંગપુરના કિંગની મૂર્તિની સાથે નીચેના ભીંતચિત્રમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણને વંદન કરતાં દર્શાવવામાં આવ્યા હતા. આના પગલે પણ ભારે વિવાદ સર્જાયો હતો. તેના લીધે જુદા-જુદા સ્વામિનારાયણ મંદિરમાંથી પણ હનુમાનજીની આ પ્રકારની મૂર્તિ હટાવી લેવાઈ હતી. હવે આ પૂરુ થયુ તેના પછી ગણેશજીનો વિવાદ સર્જાયો છે, લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના દિવસો ખરાબ છે.

આ પણ વાંચોઃ ક્રાઈમ/ગુજરાત યુનિવર્સિટી પેપર કાંડના મુખ્ય આરોપીઓ ઝડપાયા, નાપાસ વિદ્યાર્થીઓનો પાસ કરાવા લેતા આટલા રૂપિયા

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિ.માં વધુ એકવાર વિવાદમાં/રાજકોટમાં કોણે કર્યું યૌન”શોષણ…

આ પણ વાંચોઃ gujarat rain/રાજ્યમાં બે દિવસ છેલ્લી ધડબડાટી બોલાવી વિદાય લેશે ચોમાસુ