Politics/ ટીકા ઉત્સવ પર રાહુલનો કટાક્ષ – બસ એક ઉત્સવનો છે ઢોંગ

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેના કારણે ઘણા મોટા શહેરોમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે.

Top Stories India
mmata 120 ટીકા ઉત્સવ પર રાહુલનો કટાક્ષ - બસ એક ઉત્સવનો છે ઢોંગ

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેના કારણે ઘણા મોટા શહેરોમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. દર્દીઓની વધતી સંખ્યા સાથે, હોસ્પિટલોમાં પથારીની સાથે ઓક્સિજન અને દવાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે મોતનો આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે. આ વચ્ચે હવે રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કરતા વધુ એક ટ્વીટ કર્યુ છે.

Covid-19 / RT-PCR ટેસ્ટ પર ઉઠ્યા સવાલ, 20 ટકા ખોટો આવે છે રિપોર્ટ

આજે સરકાર બધુ જ બરાબર હોવાનો દાવો કરી રહી છે, પરંતુ વિપક્ષ તેની નિષ્ફળતાઓને સતત સામે લાવી રહ્યુ છે. હવે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, હોસ્પિટલમાં બેડ નથી, વેન્ટિલેટર નથી અને ઓક્સિજન પણ નથી. બસ એક ઉત્સવનો ઢોંગ છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવની શરૂઆત કરી હતી, જે અંતર્ગત લોકોને રસી લેવાની અપીલ કરવામાં આવી હતી. આ મુદ્દે રાહુલે આ ટ્વીટ કરી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે આખરે 2020 માં શરૂ કરવામાં આવેલા પીએમ કેર્સ યોજના અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.

માણસ ભૂલ્યો માણસાઈ: રેમડેસિવિરની અછત વચ્ચે આ હોસ્પિટલનાં કર્મચારીએ ચોરી કર્યા ઈન્જેક્શન

વળી રાહુલે એક અન્ય ટ્વિટમાં કેન્દ્રને નિશાન બનાવ્યું હતું. તે દરમિયાન રાહુલે લખ્યું હતુ કે, ન તો કોરોના પર કાબુ, ન તો પૂરતી રસી, ના રોજગાર, ના ખેડૂત-મજૂર વિશે સુનાવણી, ના એમએસએમઇ સલામત, ના મધ્યમ વર્ગ સંતુષ્ટ.  આમ ખાના ઠીક થા, આમ જન કો તો છોડ દેતે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ