વિવાદ/ કર્ણાટકમાં હિજાબ વિવાદ વધતા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલલાએ ભારતીય નેતાઓને કરી આ અપીલ

હિજાબને લઈને કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને મહિલા અધિકાર કાર્યકર્તા મલાલા યુસુફઝાઈ પણ કૂદી પડી છે. આ માટે તેણે ટ્વિટરની મદદ લીધી હતી.

Top Stories India
1 8 1 કર્ણાટકમાં હિજાબ વિવાદ વધતા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલલાએ ભારતીય નેતાઓને કરી આ અપીલ

હિજાબને લઈને કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને મહિલા અધિકાર કાર્યકર્તા મલાલા યુસુફઝાઈ પણ કૂદી પડી છે. આ માટે તેણે ટ્વિટરની મદદ લીધી હતી. મલાલાએ લખ્યું, “કોલેજ અમને અભ્યાસ અને હિજાબ વચ્ચે પસંદગી કરવા માટે મજબૂર કરી રહી છે. છોકરીઓને તેમના હિજાબમાં શાળામાં જવાનો ઇનકાર કરવો એ ભયાનક છે. મહિલાઓને વધુ કે ઓછુ પહેરવુ પ્રત્યેનું વલણ આજ પણ યથાવત છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલવાનું બંધ કરવું જોઈએ.

આ પણ વાંચો – Pegasus Spyware / પેગાસસ સ્પાયવેરમાં, હવે ઇઝરાયેલ સરકારપોતે જ ફસાઈ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સેંકડો નાગરિકોની જાસૂસીનો આરોપ

આપને જણાવી દઈએ કે, હિજાબને લઈને થયેલા વિવાદને કારણે કર્ણાટકમાં શરૂ થયેલો વિરોધ મંગળવારે રાજ્યભરમાં ફેલાઈ ગયો હતો. કોલેજ કેમ્પસમાં પથ્થરમારાની ઘટનાઓનાં કારણે પોલીસને બળનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી, જેના કારણે ‘અથડામણ જેવી’ સ્થિતિ જોવા મળી હતી. દરમિયાન સરકાર અને હાઈકોર્ટે શાંતિ જાળવવા અપીલ કરી છે. વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાના અધિકાર માટે કોર્ટ તેમની એક અરજી પર વિચાર કરી રહી છે. આ મામલો મોટા વિવાદમાં ફેરવાયા બાદ રાજ્ય સરકારે રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓ માટે ત્રણ દિવસની રજા જાહેર કરી હતી. મંગળવારે ઉડુપી જિલ્લાનાં મણિપાલમાં મહાત્મા ગાંધી મેમોરિયલ કૉલેજમાં તણાવ વધી ગયો જ્યારે કેસરી શાલ અને હિજાબ પહેરેલી છોકરીઓનાં બે જૂથોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં છોકરાઓનું એક જૂથ મંડ્યામાં હિજાબ પહેરેલી છોકરીઓ સાથે ખરાબ વર્તન કરતા જોવા મળે છે. જો કે, સોશિયલ મીડિયા પર આ છોકરીઓની તરફેણમાં સમર્થન રેડવામાં આવ્યું હતું. હિજાબ પહેરવાના અધિકારની માંગણી સાથે પોતાનો વિરોધ ચાલુ રાખવાનો આગ્રહ રાખનાર છોકરીએ કહ્યું કે તેણીને શિક્ષકોનો ટેકો છે અને જે છોકરાઓએ તેને કેસરી શાલમાં રોકી હતી તે બહારનાં હતા. તેણે એક ટીવી ચેનલને કહ્યું, “ક્લાસમાં દરેક વ્યક્તિ, અમારા પ્રિન્સિપાલ અને લેક્ચરરે અમને સપોર્ટ કર્યો.”

આ પણ વાંચો – Wow! / Jio Fiber ને ટક્કર આપવા આવ્યું Tata Play Fiber, યુઝર્સને રૂ. 1,150 નો ફ્રી હાઈ ઈન્ટરનેટ સ્પીડ પ્લાન ઓફર

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષનાં નેતા સિદ્ધારમૈયાએ દિવસની શરૂઆતમાં સરકારને શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવા વિનંતી કરી હતી. AIMIMનાં વડા અને હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વિદ્યાર્થિનીઓને સમર્થન આપ્યું હતું. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે, “કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હિંદુત્વવાદી ટોળા દ્વારા ભારે ઉશ્કેરણી કરવા છતાં ખૂબ હિંમત બતાવી છે.” વળી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં વડા મહેબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા ધ્રુવીકરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.