કચ્છ જિલ્લાના ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હોવાની જાણકારી મળી રહી છે. મળતી વિગતો મુજબ, રસ્તા પર ભારે ધુમ્મસ હોવાના કારણે આ આકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં સાત જેટલા ભારે લોડિંગ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. આ વાહનોમાં મોટાભાગે કન્ટેનર ટ્રક જ હતા. સાત ભારે વાહનો એકબીજા સાથે અથડાતા ભચાઉ-ગાંધીધામ હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
જોકે, અકસ્માતમાં કોઈ પ્રકારની જાનહાની થઇ હોવાનું જાણવા મળેલ નથી. અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ભચાઉની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.