ગુજરાત/ બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

બોટાદ ફાયર વિભાગ દ્રારા નેશનલ ફાયર સર્વિસ ડે ની મુખ્ય માર્ગ પર રેલી કાઢી કરી ઉજવણી. તેમજ 14 એપ્રિલ 1944 માં શહીદ થયેલા 66 જવાનોને યાદ કરી વોટર સેલ્યુટ સેરોમોનીથી આપી શ્રદ્ધાંજલિ.

Top Stories Gujarat Others
Untitled 61 8 બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

બોટાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્રારા 14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરવામાં આવી. જેના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાયર વિભાગના તમામ જવાનોની હાજરીમાં ફાયર વિભાગ દ્વારા વપરાતા રેસ્ક્યુ સહિતના તમામ વાહનોની શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી. બોટાદ ફાયર વિભાગ દ્રારા આજના દિવસે અગ્નિશમન દિવસ તરીકે યાદ કરી તમામ જવાન શહીદને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળી તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી

બોટાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્રારા આજે 14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગ રૂપે દર વર્ષ ની જેમ આ વર્ષ પણ ફાયર વિભાગ ના તમામ જવાનો ની હાજરી માં ફાયર વિભાગ દ્રારા વપરાતા રેસ્ક્યુ સહિત ના તમામ વાહનો ની શહેર ના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી.

બોટાદ ફાયર વિભાગ દ્રારા 14 એપ્રિલ 1944 ના રોજ ઈંગ્લેન્ડ થી મુંબઈ આવેલા વિક્ટોરિયા ડોક યાર્ડ માં લંગારેલ “ફોર્ટ સ્ટાઈકીન” માલ વાહક જહાજ માં 20 લાખ પાઉન્ડ ની સોના ની પાટો,લડાયક શસ્ત્રો,સ્ફોટક પદાર્થ,લશ્કરી દારૂ ગોળો,સહિત 7200 ટન સામાન ઉપરાંત કરાંચી થી 8700 રૂપિયાની રૂની ગાંસડીઓ, ઓઈલ, લાકડું, સલ્ફર, માછલીનું ખાતર અને રોજીંન વગેરે થી ભરેલું હતું. ત્યારે કોઈ કારણ સર ધડાકા સાથે ભયંકર ભીષણ આગ લાગવાના કારણે આગ ઓલવવાની કામગીરી સમયે મુંબઈ ફાયર ફાયર બ્રિગેડ વિભાગના 66 કર્મચારીઓ શહીદ થયા હતા.

તો આ ભીષણ આગમાં કુલ 321 લોકો ના મોત થયા હતા. 120 મીટર લાબું જહાજ તે સમયે લાંબા બૉમ્બમાં રૂપાંતર થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.5000 ટન નું 120 મીટર લાબું જહાજ 18 મીટર ઊંચું ઉડતા મુંબઈને તે સમયે ધરા ધ્રુજી હતી.અને જેના કારણે નાના મોટા અન્ય 26 જહાજો પાણી માં ગરકાવ થઈ ગયા હતા.તે દિવસ થઈ અગ્નિશમન દિવસ તરીકે પણ આજ ના દિવસે ને ઉજવાય છે. ત્યારે આજે બોટાદ ફાયર વિભાગ દ્રારા આજના દિવસે અગ્નિશમન દિવસ તરીકે યાદ કરી તમામ જવાન શહીદ ને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટ નું મૌન પાણી તેમની આત્મા ને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવેલ.

14 એપ્રિલ 1944 માં શહીદ થયેલ તમામ ફાયર ના 66 જવાનો ને બોટાદ ફાયર વિભાગ દ્રારા ફાયર ની ભાષા અને કામગીરી અંતર્ગત વોટર સેલ્યુટ દ્રારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તે સમયે પણ ફાયર વિભાગ ના અધિકારી સહિત ફાયર વિભાગ ના જવાનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ