Not Set/ ક્રિકેટનું આ નવું ફોર્મેટ ધૂમ મચાવશે,પુરૂષ અને મહિલા ખેલાડીઓ એકસાથે જોવા મળશે,

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ T10 લીગમાં ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કેરેબિયન પ્રીમિયર લીગ હેઠળ 10 ઓવરની મેચોવાળી લીગ લાવવાની તૈયારી કરી રહી છે,

Top Stories Sports
11 16 ક્રિકેટનું આ નવું ફોર્મેટ ધૂમ મચાવશે,પુરૂષ અને મહિલા ખેલાડીઓ એકસાથે જોવા મળશે,

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ T10 લીગમાં ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કેરેબિયન પ્રીમિયર લીગ હેઠળ 10 ઓવરની મેચોવાળી લીગ લાવવાની તૈયારી કરી રહી છે, જેના નિયમો તદ્દન અલગ હશે ધ સિક્સ્ટી તરીકે તેને ઓળખવામાં આવશે . આ લીગમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ ક્રિકેટ ખેલાડીઓની ટીમ હશે. આ લીગ ક્રિકેટના ઉત્સાહને નવા સ્તરે લઈ જઈ શકે છે. આ લીગની પ્રથમ સીઝનનો ટાઇટલ સ્પોન્સર સ્કાય એક્સ હશે.આ લીગ 24મી ઓગસ્ટથી શરૂ થશે અને 28મી ઓગસ્ટ સુધી ચાલશે. જો આ લીગને પ્રથમ સિઝનમાં પ્રેક્ષકોનો સારો સપોર્ટ મળશે તો આગામી સિઝનમાં મેચોની સંખ્યા વધી શકે છે.

અહીં  ધ સિક્સ્ટી લીગના નિયમો

ધ સિક્સટી લીગમાં દરેક ટીમની છ વિકેટ હશે. કોઈપણ ટીમની છઠ્ઠી વિકેટ પડતાની સાથે જ દાવનો અંત આવશે અથવા 10 ઓવર પૂર્ણ થયા બાદ ઈનિંગ પૂરી થઈ જશે.

આ લીગમાં દરેક ઓવર પછી બોલરનો છોડ બદલાશે નહીં. પ્રથમ પાંચ ઓવર એક છેડેથી અને બાકીની પાંચ ઓવર બીજા છેડેથી હશે. કોઈપણ બોલર બે ઓવરથી વધુ બોલિંગ કરી શકશે નહીં.

સામાન્ય રીતે દરેક મેચમાં બે પાવરપ્લે હશે, પરંતુ બેટિંગ કરનાર ટીમ પ્રથમ બે ઓવરમાં બે સિક્સર ફટકારીને ત્રીજો પાવરપ્લે પણ લઈ શકે છે.

જો બોલર 45 ઓવરની અંદર તમામ 10 ઓવરો ફેંકવામાં અસમર્થ હોય, તો છેલ્લી ઓવરમાં એક ફિલ્ડર ઘટાડવામાં આવશે અને ફિલ્ડિંગ ટીમના માત્ર 10 ખેલાડીઓ જ મેદાનમાં રહેશે.

ચાહકોને એપ અથવા વેબસાઈટ દ્વારા મિસ્ટ્રી ફ્રી હિટ્સ માટે મત આપવાનો અધિકાર પણ હશે. મિસ્ટ્રી ફ્રી હિટ એ સમય હશે જેમાં બેટ્સમેન અણનમ રહેશે.