Google પોતાનો ૨૦મો બર્થડે મનાવી રહ્યું છે આ અવસરને યાદગાર બનાવવા માટે ગૂગલે એક ખાસ પ્રકારનું ડૂડલ બનાવ્યું છે. ૨૦ વર્ષોમાં ગૂગલમાં ઘણા ફેરફાર આવ્યા છે પરંતુ એક વસ્તુ જે હજુ સુધી નથી બદલી તે છે ડૂડલ.
જુઓ વિડીયો ગૂગલે બનાવ્યો ડૂડલ વિડીયો
https://youtu.be/k0ic0yzAkcw
આ ડૂડલમાં ૨૦ વર્ષમાં બનાવેલા ડૂડલનો સંગ્રહ કરીને જોરદાર વિડીયો બનાવ્યો છે. આ ડૂડલને જોશો તો ચોક્કસથી તમને ગૂગલની જૂની યાદો તાજી થઇ જશે.
ગૂગલે આજ સુધી ઘણા બધા ડૂડલ બનાવ્યા છે જેમાં દુનિયાના એવી વ્યક્તિ પર બનાવ્યા છે જેમણે લોકોના દિલ પર રાજ કર્યું છે. પરંતુ આજે ગૂગલે પોતાના પર જ એક શાનદાર ડૂડલ બનાવ્યું છે.
વર્ષ ૧૯૯૮માં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીના ૨ વિદ્યાર્થીઓએ એક નવું સર્ચ એન્જીન લોન્ચ કર્યું હતું. શરુઆતમાં તેમનો ઈરાદો હતો કે દુનિયાભરની જાણકારી જેમ બને તેમ લોકો સુધી પહોચાડી શકાય.
આજે ગૂગલ દુનિયાનું એક નંબરનું સર્ચ એન્જીન છે. આજે ગૂગલમાં ૧૫૦થી પણ વધુ ભાષા ઉપલબ્ધ છે અને ૧૯૦થી પણ વધુ દેશમાં તેનો બહોળો ઉપયોગ થઇ રહ્યો છે.
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લૈરી પેજ અને સગઈ બ્રિનએ સાથે મળીને મળીને ગૂગલની સ્થાપના કરી હતી.
જાણીને નવાઈ લાગશે કે ગૂગલનું નામ પહેલા બેકરબ હતું.કોઈ પણ જવાબ પર મદદ કરતું ગૂગલ પહેલા બેકરબના નામથી ઓળખાતું હતું.
શરૂઆતમાં ગૂગલની વેબસાઈટ માટે સ્ટેનફોર્ડ યુનિવર્સીટીની ઓફીસીઅલ સાઈટમાં માત્ર એક પેજ બનાવ્યું હતું.
ગૂગલના આ નામ પાછળ ગણિતનો એક શબ્દ Googol જવાબદાર છે. જેનો અર્થ 1 ની પાછળ 100 શૂન્ય એમ થાય છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગૂગલની પ્રથમ ઓફિસ હતી. પોતાનું કામ ચાલુ રાખવા માટે વૈંકલ્પિક વ્યવસ્થા કરવા પડી હતી, પરંતુ ત્યારે સ્ટેનફોર્ડના આઈટી વિભાગે ફરિયાદ કરી હતી કે આખી બેન્ડવિથ માત્ર ગૂગલ જ વાપરે છે.
વર્ષ 2011માં ગૂગલ એક અરબ યુનિક યુસર્સ ધરાવતી સાઈટ બની ગઈ.
ગૂગલ માત્ર સર્ચ જ નથી કરતું પણ તે ઈ-મેઈલ સેવા જીમેઈલ, ક્લાઉડ કોમ્પ્યુટરિંગ , સોશિયલ નેટવર્કિંગ સાઈટ, ગૂગલ ક્રોમ, ગૂગલ વેબ બ્રાઉઝર જેવી ઘણી પ્રોડક્ટ સાથે અમ્બ્રેલા કંપની આલ્ફાબેટનો ભાગ છે.
ગૂગલે પોતાનું ડોમેઈન Google.com 15 સપ્ટેમ્બર 1997 ના રોજ રજીસ્ટર કરાવ્યું હતું પણ કંપનીએ પોતાનું કામ 1998માં ચાલુ કર્યુંકંપની પોતાનો જન્મદિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવે છે.
ગૂગલનું હેડ ક્વાટર અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં માઉન્ટેન વ્યુમાં આવેલુ છે.
ગૂગલના હાલના સીઈઓ સુંદર પીચાઈ ભારતીય છે.