મુંબઇ
કરીના કપૂર ખાનને બોલિવૂડની સ્ટાઈલિશ એક્ટ્રેસ માનવામાં આવે છે.કરીના કપૂર યુવા પેઢીનો ફેસન આઇકોન પણ છે.જ્યાં ફેશનની વાત આવે ત્યાં યુવાન ગર્લ્સ આ મામલે કરીનાને પોતાનો આદર્શ માને છે.
તૈમુરના જન્મ પછી કરીનાનું વજન વધી ગયું હતું. જેના કરીનાએ તરત જ તેના પર કાબુ મેળવી લીધો હતો અને હવે તો તે પહેલા કરતા પણ વધુ હોટ લાગે છે.
કરીના, અમૃતા અને મલાઈકા અરોરાની ગર્લ ગેંગ ફેશનમાં ખૂબ સક્રિય છે. તેઓ એકથી એક ચડિયાતા ડ્રેસ પહેરે છે.
તાજેતરમાં કરીના કપૂરની એક જેકેટ ચર્ચાનો વિષય બન્યો છે. જે તેણે યોગા સ્ટુડિયો અથવા જિમમાં પહેરીને જાય છે. તે જાણીતી કંપનીનું જેકેટ છે અને ખણખોદિયાઓએ તેનું કિંમત શોધી કાઢી છે.
કરીનાના આ જેકેટની કિંમત જોઇને તેમે ચોંકી જશો. તે જેકેટ એક લાખ રૂપિયાની છે. આ જેકેટની ચર્ચા હાલ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહી છે.