જૂનાગઢ/ ગિરનારનાં તમામ શિવલિંગો પર દૂધનો અભિષેક : અનહદ આસ્થા સાથે કરાઇ દૂધધારા પરિક્રમા

આ પરિક્રમાને દૂધધારા એટલે કહેવામાં આવે છે કે જ્યારે પરિક્રમા કરી ત્યારે દૂધ લઈ અને જંગલ વિસ્તારમાં આવેલ તમામ શિવાલયો પર દૂધ ચઢાવવામાં આવ્યું હતું અને બાદમાં મુશળધાર વરસાદ વરસતા આ પરિક્રમા દર વર્ષે આસ્થા સાથે કરવામાં આવે છે.

Top Stories Gujarat Others
જુનાગઢ

આજથી સિત્તેર વર્ષ પહેલા એટલે કે 1972માં જૂનાગઢમાં દુકાળ પડ્યો હતો તે સમયે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગવતસિંહ રાઠોડ અને સંત કરમણ ભગત સાથે અન્ય લોકોએ ગીરનારનાં  જંગલમાં પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો અને પછી તો જાણે ચમત્કાર જ થયો. આ પરિક્રમાનું આજેય એટલું જ મહત્વ છે અને આ પરિક્રમા ‘ દૂધધારા પરિક્રમા ’ તરીકે ઓળખાય છે.

આ બાબતે મહંત કરમણ ભગત જણાવે છે કે, આજથી સિત્તેર વર્ષ પહેલા જ્યારે દુષ્કાળ થયું ત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાઠોડને વિચાર આવ્યો કે દૂધધારા પરિક્રમા કરવી જોઈએ અને બાદમાં તે લોકોએ દૂધધારા પરિક્રમા કરી હતી. આ પરિક્રમાને દૂધધારા એટલે કહેવામાં આવે છે કે જ્યારે પરિક્રમા કરી ત્યારે દૂધ લઈ અને જંગલ વિસ્તારમાં આવેલ તમામ શિવાલયો પર દૂધ ચઢાવવામાં આવ્યું હતું અને બાદમાં મુશળધાર વરસાદ વરસતા આ પરિક્રમા દર વર્ષે આસ્થા સાથે કરવામાં આવે છે.

જુનાગઢ

આજે વહેલી સવારે દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો હતો. આ એક દિવસની પરિક્રમા હોય છે. વહેલી સવારે 6:00 પરિક્રમાનો પ્રારંભ થતાં બહોળી સંખ્યામાં પરિક્રમા માટે લોકો ઉમટી પડ્યા હતા. ગિરનારની 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમા કરવા લોકોએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો આશરે ૧૦૦ લીટર જેટલું દૂધ લઈને દૂધધારા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.. ગિરનારના 30 પગથિયા પર આવેલ મંદિર ખાતેથી  ઇટવા ગેટથી શરૂ થયેલ આ ગિરનારની પરિક્રમા જીણાબાવાની મઢી માળવેલા સરકડીયા હનુમાન, નળ પાણીની ઘોડી અને બાદમાં બોરદેવી મંદિર એ પરિક્રમા પૂર્ણ થતી હોય છે. આ રૂટ ઉપર આવતા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવવામાં આવે છે જેમાં માલધારી સમાજના લોકો અને અન્ય લોકો પરિક્રમા કરવા જંગલ તરફ રવાના થયા હતા. જેમાં વિવિધ સંગઠનોએ પણ ભાગ લીધો હતો. અંબાજી મંદિરના મહંત તમશુખ ગીરી મહારાજ કોર્પોરેટર એભાભાઈ કટારા, રમેશ ભાઈ બાવળીયા વિશ્વ હિન્દુ પરિષદના હિરેનભાઈ રૂપારેલીયા ગૌરવ, યોગી ભાઈ પઢિયાર સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

જુનાગઢ

ઉલ્લેખનીય છે કે ગિરનાર જંગલની 36 કિલોમીટરના રૂટ ની પરિક્રમા માટે વન વિભાગની મંજૂરી જરૂરી હોય છે,  શ્રદ્ધાને કોઈ ઠેસ ન પહોંચે તે માટે વનવિભાગે પણ આ ગિરનારની દૂધધારા પરિક્રમા કરવા મંજૂરી આપવામાં આવી છે અને જંગલ વિસ્તારમાં તમામ સ્થળ પર વનવિભાગનો સ્ટાફ તૈનાત કરી દેવાયો છે તેમ ઇન્ચાર્જ એસીએફ અરવિંદ ભાલીયા જણાવ્યું હતું.

આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ