Video/ વડોદરામાં ગાયે યુવક પર કર્યો હુમલો, મંતવ્ય ન્યુઝ પાસે CCTV ના Exclusive વીડિયો

નવાયાર્ડ રોશન નગરમાં રહેતો યુવક પોતાની શાકભાજીની લારી લગાવતો હતો. તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયએ મારતા યુવક હવામાં 5 ફુટ ઉંચે ઉછડ્યો હતો

Gujarat Vadodara
ગાયે
  • વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ
  • ગાયે યુવકને હવામાં 5 ફુટ ઉંચે ઉછાળ્યો
  • યુવકને પગમાં અને હાથમાં પહોંચી ઇજા
  • મંતવ્ય ન્યુઝ પાસે ઘટનાના CCTV ફૂટેજ

વડોદરા શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. નવાયાર્ડ રોશન નગરમાં રહેતો યુવક પોતાની શાકભાજીની લારી લગાવતો હતો. તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે મારતા યુવક હવામાં 5 ફુટ ઉંચે ઉછડ્યો હતો અને તેને પગમાં અને હાથમાં ઇજા પહોંચી હતી. ત્યારે મંતવ્ય પાસે CCTV ના Exclusive વીડિયો છે. જેમાં ગાય યુવકને હવામાં ફગોડે છે. ત્યારે નવાયાર્ડમાં ગાયના મારવાથી દિવસમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા છે.

વડોદરા શહેરમા થોડા મહિનાથી જાણે મનુષ્ય અને ગાય વચ્ચે દોડવાની સ્પર્ધા રાખી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે થોડા દિવસ અગાઉ વડોદરા શહેરના એક યુવાને પોતાની આંખ ગુમાવી છે ત્યારબાદ વધુ 3 બનાવ બન્યા.. હવે ગાય કોઈને ભેટી મારે તો તે સામાન્ય વાત થઈ ગઈ હોય તેમ લાગે છે,છેલ્લા કેટલાક દિવસથી  કોઈ ને કોઈ વ્યક્તિ ઢોર નો શિકાર બનતો હોય છે..ત્યારે આજે નવાંયાર્ડ રોશન નગરમાં rehta અતાસુલતાન નામના યુવક પોતાની શાકભાજી ની લારી લગાવતો હતો તે દરમિયાન અચાનક જ પાછળ થી ગાય એ ભેટી મારતા યુવક હવામાં 5 ફુટ ઉંચે ઉછડ્યો હતો અને તેને પગમાં અને હાથમાં ઇજા પહોંચી હતી. ત્યારે મંતવ્ય પાસે CCTV ના Exclusive વીડિયો છે જેમાં ગાય યુવકને હવામાં ફગોડે છે.ત્યારે નવાયાર્ડમાં ગાયની ભેટીથી દિવસમાં બે વ્યક્તિઓ  ઘાયલ થયા છે.

મહત્વની વાત એ છે દિવસે દિવસે ઢોર નો શિકાર કોઈ ને કોઈ વ્યક્તિ બની રહ્યા છે.ત્યારે અતાસુલતાન અને તેનો પરિવાર કોર્પોરેશન પાસે ગાય ને નવાંયાર્ડ વિસ્તારમાં થી પકડી જવા આગ્રહ કર્યો છે.

આ પણ વાંચો:નેપાળથી ઉપડેલા ગુમ થયેલા પ્લેનનો કાટમાળ મળ્યો, માનાપાથીમાં થયું ક્રેશ: રિપોર્ટ

આ પણ વાંચો: IPL ફાઈનલ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે અમિત શાહ, અનુરાગ ઠાકુર પણ તેમની સાથે હશે

આ પણ વાંચો:કોંગ્રેસ ગુજરાત ચૂંટણીમાં સીએમ ઉમેદવાર જાહેર નહીં કરે : જિગ્નેશ મેવાણી

logo mobile