AMC-Mokacaffe/ વેજ બર્ગરના ઓર્ડર સામે નોનવેજ બર્ગર આપનારા મોકા કાફેને દંડ

અમદાવાદની રેસ્ટોરાં અને કાફેમાં પીરસવામાં આવતા ખોરાકમાં જંતુઓ જોવા મળતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે શહેરની જાણીતી મોકા કાફેની મોટી બેદરકારી સામે આવી છે, જેમાં ચૈત્ર નવરાત્રિ પર વેજ બર્ગરનો ઓર્ડર આપનાર બ્રાહ્મણ યુવતીઓને કેફે દ્વારા નોન-વેજ બર્ગર પીરસવામાં આવ્યું હતું.

Gujarat Ahmedabad
Beginners guide to 42 વેજ બર્ગરના ઓર્ડર સામે નોનવેજ બર્ગર આપનારા મોકા કાફેને દંડ

અમદાવાદ: અમદાવાદની રેસ્ટોરાં અને કાફેમાં પીરસવામાં આવતા ખોરાકમાં જંતુઓ જોવા મળતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે શહેરની જાણીતી મોકા કાફેની મોટી બેદરકારી સામે આવી છે, જેમાં ચૈત્ર નવરાત્રિ પર વેજ બર્ગરનો ઓર્ડર આપનાર બ્રાહ્મણ યુવતીઓને કેફે દ્વારા નોન-વેજ બર્ગર પીરસવામાં આવ્યું હતું.

આ મામલે AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કેફે પર 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિતસ્ત વ્યાસ નામની યુવતી તેના મિત્રો રૂચિતા શાહ, વેલા પંડ્યા અને આર્જવી શાહ સાથે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા મોચા કાફેમાં નાસ્તો કરવા ગઈ હતી. જ્યાં યુવતીઓએ વેજીટેબલ પેટીસ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો.

અડધું બર્ગર ખાધા પછી બે છોકરીઓ ભાનમાં આવી

જે બાદ કેફે દ્વારા છોકરીઓને નોન-વેજ બર્ગર આપવામાં આવ્યું હતું, જેમાંથી બે છોકરીઓએ અડધું બર્ગર ખાધું, જેના પછી તેમને ખબર પડી કે તે નોન-વેજ બર્ગર છે. આ પછી જ્યારે યુવતીઓએ મેનેજમેન્ટને ફરિયાદ કરી તો સ્ટાફે તેમને હેરાન કરવાનું શરૂ કર્યું. આખરે મેનેજમેન્ટે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી.

આ મામલામાં વિતસ્તા વ્યાસ નામની યુવતીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ મોકા કાફે પર 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચો: ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત

આ પણ વાંચો: પંચમહાલની પાનમ કેનાલમાં ત્રણ યુવાનોના ડૂબી જતાં મોત

આ પણ વાંચો: ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી