Bhuj Accident/ ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત

ગુજરાતમાં પ્રાણઘાતક અકસ્માતો અને બેફામ ગતિની જાણે નવાઈ જ રહી નથી. ભુજના પદ્ધર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત નીપજ્યા હતા. મુસાફરોથી ભરેલી તૂફાન પુલ સાથે અથડાઈને પલ્ટી ખાઈ જતા ત્રણના મોત સર્જયા હતા. આમ ભુજમાં પણ અકસ્માતની ઘટનાઓ જવલ્લે જ બનતી હતી તે હવે દૈનિક ધોરણે થવા માંડી છે. 

Top Stories Gujarat Others Trending Breaking News
Beginners guide to 32 ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત

ભુજઃ ગુજરાતમાં પ્રાણઘાતક અકસ્માતો અને બેફામ ગતિની જાણે નવાઈ જ રહી નથી. ભુજના પદ્ધર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત નીપજ્યા હતા. મુસાફરોથી ભરેલી તૂફાન પુલ સાથે અથડાઈને પલ્ટી ખાઈ જતા ત્રણના મોત સર્જયા હતા. આમ ભુજમાં પણ અકસ્માતની ઘટનાઓ જવલ્લે જ બનતી હતી તે હવે દૈનિક ધોરણે થવા માંડી છે.

શુક્રવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારના પગલે ડ્રાઇવરને ડિવાઇડર જ દેખાયું ન હોવાનું માનવામાં આવે છે, તેના લીધે ગાડી રીતસરની ડીવાઇડરને ટકરાઈ હતી અને પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં પાંચથી વધુ લોકો ઇજા પામ્યા હતા અને ઇજાગ્રસ્તોને જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં અમુકની હાલત ગંભીર છે.

Beginners guide to 33 ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત
અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચો:કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

આ પણ વાંચો:બનાસકાંઠામાં એક કરોડ રોકડા ઝડપાયા

આ પણ વાંચો:નાસાના રોકેટ મિશનમાં વડોદરાનો યુવાન અગ્રણી વૈજ્ઞાનિક