Not Set/ પત્ની એ કોઈ મિલકત કે વસ્તુ નથી કે પતિ તેની સાથે રહેવા માટે દબાણ કરે : સુપ્રીમ કોર્ટ

દિલ્લી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા મહિલાઓના અધિકારો સાથે જોડાયેલા કેસ અંગે એક મહત્વની ટિપ્પણી કરી છે. એક મહિલા દ્વારા તેના પર ક્રુરતા આચરવાનો આરોપ લગાવતી એક અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસ અંગેની સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું, “કોઈ પણ પતિ પોતાની પત્નીને જબરજસ્તી દ્વારા પોતાના સાથે રહેવા માટે કહી શકતો નથી”. […]

Top Stories
fffffffff પત્ની એ કોઈ મિલકત કે વસ્તુ નથી કે પતિ તેની સાથે રહેવા માટે દબાણ કરે : સુપ્રીમ કોર્ટ

દિલ્લી,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા મહિલાઓના અધિકારો સાથે જોડાયેલા કેસ અંગે એક મહત્વની ટિપ્પણી કરી છે. એક મહિલા દ્વારા તેના પર ક્રુરતા આચરવાનો આરોપ લગાવતી એક અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસ અંગેની સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું, “કોઈ પણ પતિ પોતાની પત્નીને જબરજસ્તી દ્વારા પોતાના સાથે રહેવા માટે કહી શકતો નથી”.

આ પહેલા એક મહિલા દ્વારા તેના પર ક્રુરતા આચરવાનો આરોપ લગાવતી એક અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. મહિલાએ પોતાના આરોપમાં કહ્યું હતું કે, પતિ ઈચ્છે છે કે તે તેની સાથે રહે પરંતુ તે તેના પતિ સાથે રહેવા માટે સંમત નથી.

આ મહિલાના આ આરોપોને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે પતિ વિરુધ આ સખ્ત ટિપ્પણી કરી હતી. કોર્ટ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, “પત્ની એ કોઈ જંગમ મિલકત કે કોઈ વસ્તુ નથી. જેથી પત્ની સાથે રહેવાની ઈચ્છિત હોય પણ તે તેની પત્ની પર દબાણ કરી શકતો નથી”.

જસ્ટિસ મદન બિ લોકુર અને જસ્ટિસ દિપક ગુપ્તાની ખંડપીઠે કોર્ટમાં હાજર મહિલાના પતિને કહ્યું, “તે એક જંગમ મિલકત નથી. તમે પત્નીને મજબુર પણ કરી શકતા નથી.પત્ની તમારી સાથે રહેવા માંગે છે પણ તમે કઈ રીતે કહી શકો છો કે પોતે પત્ની સાથે રહેશે”.

આ ઉપરાંત જસ્ટિસ મદન બિ લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે મહિલાના વકીલ દ્વારા પોતાના નિર્ણય પર પુર્નવિચાર કરવા માટે જણાવ્યું હતું. કોર્ટે પતિને કહ્યું, તમારા માટે આ મામલે પુર્નવિચાર કરવો એ યોગ્ય રહેશે.