કાર્તિક પૂર્ણિમા આખા દેશમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસેને ગંગા સ્નાન તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજના દિવસે વારાણસીના ઘાટ પર શ્રધ્ધા અને આસ્થાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો.
શુક્રવારે સવારથી જ કાશીના ઘાટ પર ભીડ જોવા મળી હતી. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહી સ્નાન કરવા માટે પહોચ્યા છે.
તમને જણાવી દઈએ કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
કારતક માસના શુક્લ પક્ષની પૂનમને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મના પ્રમાણે કાર્તિક પૂર્ણિમા ઉપર સ્નાન,દાનતેમજ પૂજા-પાઠ નું ઘણું મહત્વ માનવામાં આવે છે.
આ પુર્ણિમાને ઘણી જગ્યા ઉપર ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવા માં આવે છે,પુરાણોના પ્રમાણે આ દિવસે મહાદેવ એ ત્રિપુરાસુર નામના અસૂરનો વધ કર્યો હતો.
આજ કારણથી એને ત્રિપુરી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ધ્યાન, ધર્મ,દાન, સ્નાન વગેરે કરવામાં આવે છે. દાન-પુણ્ય કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે