Kutch/ હરામીનાળા નજીક પાકિસ્તાની શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓએ કરી અટકાયત

પુછપરછમાં પાકિસ્તાની નાગરીક પક્ષીઓ અને કેકડા પકડવાનું કામ કરતો હોવાનું કરી રહ્યો છે રટણ

Top Stories Gujarat
bsf arrested 30 year old pakistani for infiltrating border illegally near haraminala kutch હરામીનાળા નજીક પાકિસ્તાની શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓએ કરી અટકાયત

કચ્છમાં સીમા સુરક્ષાદળની ટીમે કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાંથી એક પાકિસ્તાની શખ્સને ઝડપી પાડ્યો છે. બીએસએફના જવાનોએ શખ્સ પાસેથી એખ ઘુવડ પણ કબજે કર્યું છે. હાલ બીએસએફએ યુવકની ઉલટ પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

સીમા સુરક્ષા દળની પેટ્રોલીંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આાધારે એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઘુસણખોરની ઉંમર 30 વર્ષ છે. તપાસ દરમિયાન ઘુસણખોર પાસેથી ઘુવડ પક્ષી પણ મળી આવ્યુ છે. આ ઘુસણખોર દરિયાઈ વિસ્તારમાં કેકડા અને ઘુવડ પકડવાનું કામ કરતો હોવાનું જણાવી રહ્યો છે. તે ભૂલથી ભારતીય સીમામાં આવી ગયો હોવાનું રટણ કરી રહ્યો છે. પ્રાથમિક તપાસ બાદ જ વધુ તપાસ માટે પોલીસને સોંપવામાં આવશે.

પ્રાથમિક પુછપરછમાં તે પાકિસ્તાનના બદીન જિલ્લાના સીરાની ગામનો છે અને તેનું નામ મહેબૂબલી મોહમ્મદ યુસુફ જણાવે છે. હરામીનાળા અને ક્રિક એક અટપટો વિસ્તાર છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબજ સંવેદનશીલ ગણાય છે. આ કિસ્સામાં એજન્સીઓ જુદી જુદી દિશામાં તપાસ ચલાવી રહી છે. જણાવી દઇએ કે હરામીનાળા વિસ્તારમાંથી લાંબા સમય બાદ ઘુસણખોર ઝડપાયો છે.