Not Set/ બાળકને મોઢામાં દબાવીને ભાગતા દીપડા પાછળ પિતાએ દોટ મૂકી ત્યાં સુધી…

અમરેલી, અવારનવાર સિંહ અને દીપડાનો આંતક અને આંટાફેરા નજરે પડી રહ્યા છે. ત્યારે વધુ એકવાર એક દીપડાએ માસુમ બાળક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા ઘટના સામે આવી છે. આ માસુમ બાળક કુંકાવાવના વાડી વિસ્તારમાં નીંદર માણી રહ્યો હતો. ત્યારે આ દીપડાએ એકાએક બાળક પર હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું છે. મોડી રાત્રે પરપ્રાંતીય પરિવારના […]

Top Stories
દીપડો. બાળકને મોઢામાં દબાવીને ભાગતા દીપડા પાછળ પિતાએ દોટ મૂકી ત્યાં સુધી...

અમરેલી,

અવારનવાર સિંહ અને દીપડાનો આંતક અને આંટાફેરા નજરે પડી રહ્યા છે. ત્યારે વધુ એકવાર એક દીપડાએ માસુમ બાળક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા ઘટના સામે આવી છે. આ માસુમ બાળક કુંકાવાવના વાડી વિસ્તારમાં નીંદર માણી રહ્યો હતો. ત્યારે આ દીપડાએ એકાએક બાળક પર હુમલો કરતા બાળકનું મોત નીપજ્યું છે.

મોડી રાત્રે પરપ્રાંતીય પરિવારના બાળક પર દીપડાએ હુમલો કરી બાળકને મોતને ઘાટ ઉતાર્યો છે. ત્યારે ઘટનાસ્થળે બાળકને લઈને દીપડો એકાએક નાસી જતાં દીપડા પાછળ પિતાએ દોટ મુકી હતી પણ ત્યાં સુંધી બાળકના પ્રાણ ઉડી ગયા.

પરંતુ બાળકની લાશને એકાએક બચાવી લીધી હતી. ત્યારે બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના બનતા વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે દીપડો અને સિંહ આંતક મચાવી રહ્યા છે. ત્યારે આ મામલે વનવિભાગ જાણે ગાઢ નિદ્વામાં હોય તેવું લાગી રહ્યું છે. આ દીપડાના હુમલાથી એક 6 વર્ષના માસુમનું મોત થયુ છે. ત્યારે હજી સુધી વનવિભાગ શું કરી રહ્યુ છે. તે સમજાતુ નથી. અવારનવાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડાએ હવે આ માસુમ બાળકના જીવ લઇ લીધો છે. આ મામલે વનવિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કે યોગ્ય પગલા લેવાય તેવી માંગ બાળકના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે.