Not Set/ અરવલ્લીમાં ઓનર કિલિંગ થયાની આશંકા, યુવતી 15 દિવસથી ગુમ

“દિકરી ધર તારે” અને “દિકરી મારી લાડકવાઇ” જેવા લોકગીતો ગાતીઆ ધરા પર પણ દિકરીઓ સાથે અન્યાય થઇ શકે છે તે વાત જ આમતો આઘાત જનક કહી શકાય. અને અન્યાય પણ કેવો કે કોઇ ગુનો જ ન કર્યો હોય અને કહેવાતા પોતાનાં જ વહાલા, પોતાની જ દિકરીની હત્યા કરી નાખે તેવો. જી આ વાત ઓનર કિલિંગ […]

Top Stories Gujarat Others
honour killing અરવલ્લીમાં ઓનર કિલિંગ થયાની આશંકા, યુવતી 15 દિવસથી ગુમ

“દિકરી ધર તારે” અને “દિકરી મારી લાડકવાઇ” જેવા લોકગીતો ગાતીઆ ધરા પર પણ દિકરીઓ સાથે અન્યાય થઇ શકે છે તે વાત જ આમતો આઘાત જનક કહી શકાય. અને અન્યાય પણ કેવો કે કોઇ ગુનો જ ન કર્યો હોય અને કહેવાતા પોતાનાં જ વહાલા, પોતાની જ દિકરીની હત્યા કરી નાખે તેવો. જી આ વાત ઓનર કિલિંગ જેવી ધૃણાસ્પદ ઘટનાનાં સંદર્ભમાં જ કહેવામાં આવી રહી છે. અને તે પણ અહિસાંનાં પૂજારી ગાંધીનાં ગુજરાતની ધરા પર.

honor killing અરવલ્લીમાં ઓનર કિલિંગ થયાની આશંકા, યુવતી 15 દિવસથી ગુમ

માંડીને વાત કરવામાં આવે તો, અરવલ્લીમાં ઓનર કિલિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અને તે પણ બાયડનાં કોંગ્રેસ નેતાએ પોલીસ સ્ટેશને જઇ અને અરજી કરીને આવી આશંકા વ્યક્ત કરી છે. મામલો ચક્ચારી બન્યો છે. હકીકત મુજબ 15 દિવસથી એક યુવતી અચાનકજ ગુમ થઇ ગઇ છે. અનુમાન પ્રમાણે યુવતીનું પ્રેમ પ્રકરણ સામે આવતા, યુવતીનાં પિતા દ્વારા દિકરીની હત્યા કરી નાખવામાં આવી છે અને સામાજીક રિવાજો નેવે મુકી તેનો અગ્ની સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા છે.

honor killing.jpg1 અરવલ્લીમાં ઓનર કિલિંગ થયાની આશંકા, યુવતી 15 દિવસથી ગુમ

બાયડનાં કોંગ્રેસ નેતાએ પોલીસ સ્ટેશનમાં કરેલી ઓનર કિલિંગની આશંકાની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, રમણીકભાઇ(નામ બદલવામાં આવ્યું છે) દ્વારા પ્રેમપ્રકરણનાં કારણે પોતાની જ દિકરીની હત્યા કરાયાનું અનુમાન છે. પોલીસમાં કરાયેલી અરજીમાં તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે હત્યા બાદ લાશનાં અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે. અંતિમ સંસ્કાર કોઇ દુરની જગ્યા પર કરવામાં આવ્યા હોવાની પણ અરજીમાં ચોખવટ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ અરજી સ્વીકારી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.