સોમવારે સવારે લાલ બહાદુર શાસ્ત્રી આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર આગ લાગી હોવાના સમાચાર મળ્યા છે. આ આગના લીધે એરપોર્ટ પર ભાગદોડ થઇ ગઈ હતી.
આ આગ એર ઇન્ડિયા વિમાન સેવાના ટીકીટ કાઉન્ટર પર લાગી હતી.આગની જાણ થતા જ સીઆઈએસએફના જવાનોએ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.
આગ લાગી ત્યારે કાઉન્ટર પર કોઈ અધિકારી નહતા. તમને જણાવી દઈએ કે વારાણસી એરપોર્ટ પર સવારે એર ઇન્ડિયાનું કોઈ વિમાન આવતું નથી. અહી પ્રથમ વિમાન પણ ૧૧: ૩૫ એ આવે છે જેને લીધે કાઉન્ટર બંધ હતું અને કોઈ અધિકારી આવ્યા નહતા.
જો કે ફાયર બ્રિગેડની ટીમ થોડા જ સમયમાં પહોચી ગઈ હતી. પ્રાથમિક તપાસ દરમ્યાન આ આગ શોર્ટ-સર્કીટને લીધે લાગી હોવાનું બહાર આવ્યું છે. આશરે અડધા કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
આગને લીધે કોમ્પ્યુટર સાથે ફર્નીચર પણ બળી ગયું હતું. જો કે હજુ સુધી કેટલાનું નુકશાન થયું તે આંકડો સામે આવ્યો નથી.