Not Set/ પટનામાં ભાજપા નેતાની ગોળી મારી હત્યા, પોલીસે શરૂ કરી તપાસ

બિહારની રાજધાની પટનામાં ભારતીય જનતા પાર્ટીનાં નેતાની બે બાઇક સવાર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજબ, પટનાનાં દાનાપુરમાં ભાજપનાં નેતા કવિન્દ્ર યાદવની ગોળીથી હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કવિન્દ્ર દાનાપુરનાં ધારાસભ્ય આશા સિંહાની નજીક હતા. કવિન્દ્રને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત […]

India
2cbc6f2d8c5904b643145325d77ffd8a 2 પટનામાં ભાજપા નેતાની ગોળી મારી હત્યા, પોલીસે શરૂ કરી તપાસ
2cbc6f2d8c5904b643145325d77ffd8a 2 પટનામાં ભાજપા નેતાની ગોળી મારી હત્યા, પોલીસે શરૂ કરી તપાસ

બિહારની રાજધાની પટનામાં ભારતીય જનતા પાર્ટીનાં નેતાની બે બાઇક સવાર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજબ, પટનાનાં દાનાપુરમાં ભાજપનાં નેતા કવિન્દ્ર યાદવની ગોળીથી હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કવિન્દ્ર દાનાપુરનાં ધારાસભ્ય આશા સિંહાની નજીક હતા. કવિન્દ્રને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની માહિતી મળતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના દાનાપુરનાં શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં શિવાલા વિસ્તારમાં બની હતી. બે બાઇક સવારો અહીં શસ્ત્રોથી સજ્જ આવ્યા હતા અને સરરી પંચાયતનાં પીએસીએસ પ્રમુખ કવિન્દ્ર યાદવને ગોળી મારી દીધી હતી. બદમાશોએ કવિન્દ્રને પાંચ ગોળી મારી હતી, ત્યારબાદ કવિન્દ્રને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ ભારે નારાજગી છે, લોકો આરોપીની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ પટના વેસ્ટનાં એસપી અશોક મિશ્રા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે કવિન્દ્રને પાંચ વખત બદમાશોએ ગોળી મારી હતી, અમે બદમાશોની માહિતી મેળવવા માટે સીસીટીવી ફૂટેજ શોધી રહ્યા છીએ. પોલીસે આ હત્યા પાછળનાં કારણ અંગે કંઇ કહ્યું નથી. પોલીસનું માત્ર એટલુ જ કહેવું છે કે આ કેસની તપાસ કર્યા પછી જ આ મામલે કંઈક કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.