Mumbai/ સગીર છોકરીનો હાથ પકડવો, પેન્ટની ચેન ખોલવી POCSO હેઠળ જાતીય હુમલો ન કહેવાય: બોમ્બે હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટ દ્વારા સ્કિન ટૂ સ્કિન નિર્ણય બાદ બાળકોનાં જાતીય ગુના અંગે બોમ્બે હાઈકોર્ટનું એક નવો નિર્ણય સામે આવ્યો છે…..

India
police attack 25 સગીર છોકરીનો હાથ પકડવો, પેન્ટની ચેન ખોલવી POCSO હેઠળ જાતીય હુમલો ન કહેવાય: બોમ્બે હાઈકોર્ટ

‘કપડા ઉતાર્યા વિના બ્રેસ્ટનો સ્પર્શ કરવો એ જાતીય સતામણી નથી’, બોમ્બે હાઈકોર્ટનો આ નિર્ણય ખૂબ જ ચર્ચામાં રહ્યો છે, જેના પર હવે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. હવે બોમ્બે હાઈકોર્ટનો બીજો નિર્ણય બહાર આવ્યો છે, જેમાં જણાવાયું છે કે સગીર યુવતીનો હાથ પકડવો અને પેન્ટની ચેન ખોલવી તે પોક્સો એક્ટ હેઠળ જાતીય હુમલોની શ્રેણીમાં આવતી નથી. બોમ્બે હાઈકોર્ટે એવો નિર્ણય લીધો છે કે, સગીર છોકરીનો હાથ પકડવો અને પેન્ટની ચેન ખોલવી તે પોક્સો એક્ટ 2012 એટલે કે જાતીય અપરાધોથી બાળકોનાં સંરક્ષણની જાતીય શોષણની વ્યાખ્યા હેઠળ નહીં આવે.

એક અહેવાલ મુજબ, જો કે કોર્ટે સ્વીકાર્યું કે આઈપીસીની કલમ 354-એ (1) (i) હેઠળ આવું કરવું તે ‘જાતીય સતામણી’ હેઠળ આવે છે. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, 19 જાન્યુઆરીએ બોમ્બે હાઈકોર્ટનાં નાગપુર બેંચે કહ્યું હતું કે, આ વ્યક્તિએ તેના કપડા કાઠ્યા વિના બાળકનાં શરીરને સ્પર્શ કર્યો હતો, તેથી તેને જાતીય સતામણી કહી શકાય નહીં. તેના બદલે, આઈપીસીની કલમ 354 હેઠળ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી તે ગુનો બને છે.

જસ્ટિસ પુષ્પા ગનેદીવાલાની સિંગલ બેંચે આ નિર્ણય 5 વર્ષીય યુવતિ સાથે 50 વર્ષીય વ્યક્તિ દ્વારા જાતીય કૃત્યનાં કેસમાં આપ્યો છે. નીચલી કોર્ટે તેને POCSO નાં સેક્શન 10 હેઠળ જાતીય શોષણ કરવા બદલ 5 વર્ષની સખત કેદ અને 25,000 રૂપિયા દંડની સજા ફટકારી હતી. યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીની પેન્ટની ચેન ખુલી હતી, અને તેની પુત્રીનાં હાથ તેના હાથમાં હતો. જાતીય હુમલોની વ્યાખ્યામાં “શારીરિક સંપર્ક” શબ્દને કોર્ટે સમજાવ્યો હતો અને કહ્યું હતું કે તેનો અર્થ “સીધો શારીરિક સંપર્ક-એટલે કે જાતીય પ્રવેશ વિના સ્કિન-ટૂ-સ્કિન સંપર્ક” છે.

કોર્ટે કહ્યું કે, આ મામલો આઈપીસીની કલમ 354 એ (1) (i) હેઠળ આવે છે, તેથી, પોક્સો એક્ટની કલમ 8, 10 અને 12 હેઠળની સજા રદ કરવામાં આવેલ આરોપીની આઈપીસી એક્ટની કલમ 354A(1) (i)હેઠળ દોષી જણાવાયો, જેમા વધુમાં વધુ 3 વર્ષની જેલનું પ્રાવધાન છે. કોર્ટે માન્યુ કે, આરોપી દ્વારા 5 મહિનાની કેદની સજા પહેલાથી જ ગુના માટે પૂરતી સજા છે. આ અગાઉ 19 જાન્યુઆરીએ તે જ બેંચે સ્વીકાર્યું હતું કે ‘સ્કિન-ટૂ-સ્કિન સંપર્ક વિના’ બાળકનાં સ્તનને પારખી લેવુ એ ભારતીય દંડ સંહિતા હેઠળ છેડતી હશે, પરંતુ જાતીય અપરાધોથી બાળકોનાં સંરક્ષણ અધિનિયમ પોક્સો હેઠળ ‘જાતીય હુમલા’ ને ગંભીર ગુનો નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો