Not Set/ ન્યુ યર પાર્ટીમાં ગોળી વાગતા મહિલાનું સારવાર દરમ્યાન મોત, જેડીયુના પૂર્વ MLAએ કર્યું હતું ફાયરીંગ

નવા વર્ષની ઉજવણી નિમિત્તે જેડીયુના પૂર્વ એમએલએ રાજુ સિંહના ફાર્મ હાઉસ પર એક પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં થયેલા ફાયરીંગમાં અર્ચના ગુપ્તાને ગોળી વાગી ગઈ હતી જેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. અર્ચના ગુપ્તાનું આજે સવારે વસંત કુંજમાં ફોર્ટીસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. અર્ચના આર્કિટેક્ હતા. પૂર્વ એમએલએ રાજુ સિંહ અને તેના […]

Top Stories India Trending Politics
Archana Gupta 1 ન્યુ યર પાર્ટીમાં ગોળી વાગતા મહિલાનું સારવાર દરમ્યાન મોત, જેડીયુના પૂર્વ MLAએ કર્યું હતું ફાયરીંગ

નવા વર્ષની ઉજવણી નિમિત્તે જેડીયુના પૂર્વ એમએલએ રાજુ સિંહના ફાર્મ હાઉસ પર એક પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં થયેલા ફાયરીંગમાં અર્ચના ગુપ્તાને ગોળી વાગી ગઈ હતી જેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. અર્ચના ગુપ્તાનું આજે સવારે વસંત કુંજમાં ફોર્ટીસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. અર્ચના આર્કિટેક્ હતા.

પૂર્વ એમએલએ રાજુ સિંહ અને તેના ડ્રાઈવર હારી સિંહને ગોરખપુર નજીકથી પકડવામાં આવ્યા છે જેમને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. રાજુ સિંહ વિરુદ્ધ પહેલા હત્યા કરવાની કોશિશનો કેસ નોંધવામાં આવ્યો હતો પરંતુ હવે તેમની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયો છે.

તમને જણાવી દઈએ કે પૂર્વ એમએલએ રાજુ સિહે નવા વર્ષની ઉજવણી માટે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં તેમણે ફાયરીંગ શરુ કરી દીધું હતું. તેમના મિત્રએ તેમને આમ કરતા અટકાવ્યા હતા પણ તેમણે વાત માની નહતી અને તેમના રિવોલ્વરમાંથી ગોળી અર્ચના ગુપ્તાને વાગી ગઈ હતી.

આ પાર્ટીમાં આશરે ૭૦ લોકો હતા જેમાં ૩૫ લોકો ડાન્સ કરી રહ્યા હતા. ઘટના પર પોલીસ પહોચી તે પહેલા રાજુ સિંહ ફરાર થઇ ગયા હતા. પોલીસને ફાર્મ હાઉસની તપાસમાં ૨ રાઈફલ અને આશરે ૮૦૦ રાઉન્ડ બુલેટ મળી છે.