Not Set/ RSSના ચીફે ભરી હુંકાર, કહ્યું, “અયોધ્યામાં બનશે માત્ર રામ મંદિર”

નાગપુર, ૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે RSS ચીફની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે. નાગપુરમાં મોહન ભાગવતે કહ્યું, “રામજન્મભૂમિ અયોધ્યામાં માત્ર રામ મંદિર જ બનશે”. જો […]

Top Stories India Trending
6a31b769d987386c17415ca20b308a40 342 660 RSSના ચીફે ભરી હુંકાર, કહ્યું, "અયોધ્યામાં બનશે માત્ર રામ મંદિર"

નાગપુર,

૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે RSS ચીફની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે.

874b724a7df0bdb0991e31f9db59e680 RSSના ચીફે ભરી હુંકાર, કહ્યું, "અયોધ્યામાં બનશે માત્ર રામ મંદિર"
national-rss-chief-mohan-bhagwat-speak-ram-mandir-issue

નાગપુરમાં મોહન ભાગવતે કહ્યું, “રામજન્મભૂમિ અયોધ્યામાં માત્ર રામ મંદિર જ બનશે”.

જો કે RSS ચીફની આ પ્રતિક્રિયા એ સમયે સામે આવી છે, જયારે બે દિવસ અગાઉ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રામ મંદિરના વિવાદ અંગે કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ જ અધ્યાદેશના સંબંધમાં કોઈ નિર્ણય થઇ શકે છે.

MohanBhagwat RSSના ચીફે ભરી હુંકાર, કહ્યું, "અયોધ્યામાં બનશે માત્ર રામ મંદિર"
national-rss-chief-mohan-bhagwat-speak-ram-mandir-issue

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ તેઓએ કહ્યું હતું કે, “ભારત એક લોકશાહી દેશ છે અને આ જ કારણે રામ મંદિરના નિર્માણની માંગ કરવામાં આવી રહી છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું, “સમાજ માત્ર કાયદાથી ચાલતો નથી, પરંતુ ન્યાયમાં વિલંબ પણ અન્યાયની બરાબર જ હોય છે. સંસદમાં રામ મંદિરને લઈ કાયદો બનાવવા અંગે ભાગવતે કહ્યું, “સંસદમાં ઝડપથી આ મુદ્દે કાયદો બનાવવામાં આવે”.

કોર્ટ લોકોની ભાવનાઓનું કરે સન્માન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ નેતાઓમાંના એક ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, “દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. જે દેશમાં કાયદાની વ્યવસ્થા, કોર્ટની પ્રત્યે અવિશ્વાસ નથી, તેની ઉત્થાન સંભવ નથી, આ અંગે પણ કોર્ટ વિચાર કરે”.

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી ચર્ચિત એવા રામ મંદિરના વિવાદની સુનાવણી ચાલુ વર્ષના જાન્યુઆરી મહિના સુધી ટાળી દીધી છે