Not Set/ સરકારી શાળામાં બાળકો માટેનાં બુટ અને ટીશર્ટનો જથ્થો મળ્યો,સ્કૂલ બોર્ડમાં ભ્રષ્ટાચારનો વધુ એક આક્ષેપ

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત સ્કૂલ બોર્ડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ વારંવાર થતા આવે છે, ત્યારે બુધવારે સ્કૂલ બોર્ડનાં સભ્ય અને કોંગ્રેસનાં નેતા એવા ઇલ્યાસ કુરેશીએ શહેરનાં સૈજપુર વિસ્તારની સૈજપુર ગુજરાતી શાળા નંબર 6 માં અચાનક મુલાકાત લીધી હતી અને આ શાળાનાં એક રૂમમાં બાળકો માટેનાં બુટ તેમજ ટીશર્ટ મળી આવ્યા હતા. હાલમાં જ નગર પ્રાથમિક શિક્ષણ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 51 સરકારી શાળામાં બાળકો માટેનાં બુટ અને ટીશર્ટનો જથ્થો મળ્યો,સ્કૂલ બોર્ડમાં ભ્રષ્ટાચારનો વધુ એક આક્ષેપ

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત સ્કૂલ બોર્ડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ વારંવાર થતા આવે છે, ત્યારે બુધવારે સ્કૂલ બોર્ડનાં સભ્ય અને કોંગ્રેસનાં નેતા એવા ઇલ્યાસ કુરેશીએ શહેરનાં સૈજપુર વિસ્તારની સૈજપુર ગુજરાતી શાળા નંબર 6 માં અચાનક મુલાકાત લીધી હતી અને આ શાળાનાં એક રૂમમાં બાળકો માટેનાં બુટ તેમજ ટીશર્ટ મળી આવ્યા હતા.

mantavya 52 સરકારી શાળામાં બાળકો માટેનાં બુટ અને ટીશર્ટનો જથ્થો મળ્યો,સ્કૂલ બોર્ડમાં ભ્રષ્ટાચારનો વધુ એક આક્ષેપ

હાલમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના અધિકારીઓએ પતંગ ઉત્સવ માટે કપડા, પતંગ ફિરકી અને બુટ લેવા માટે અંદાજે 20 લાખનુ ટેન્ડર બહાર પાડ્યુ હતુ. ત્યારે સ્કૂલ બોર્ડની જ એક સ્કૂલમાં પહેલાનાં સમયમાં મંગાવેલ ટીશર્ટ અને બુટ મોટી સંખ્યામાં મળી આવતા અનેક આક્ષેપ સ્કૂલ બોર્ડ મેમ્બર દ્વારા કરાયા હતા.

mantavya 53 સરકારી શાળામાં બાળકો માટેનાં બુટ અને ટીશર્ટનો જથ્થો મળ્યો,સ્કૂલ બોર્ડમાં ભ્રષ્ટાચારનો વધુ એક આક્ષેપ

તેઓએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, સ્કૂલ બોર્ડનાં અધિકારીઓ પોતાનાં મળતીયાઓને ફાયદો કરાવવા માટે આ પ્રકારનાં ટેન્ડર બહાર પાડતા હોય છે અને બાળકો માટે ખરીદાયેલી વસ્તુઓ આવી રીતે ધૂળ ખાય છે.

mantavya 54 સરકારી શાળામાં બાળકો માટેનાં બુટ અને ટીશર્ટનો જથ્થો મળ્યો,સ્કૂલ બોર્ડમાં ભ્રષ્ટાચારનો વધુ એક આક્ષેપ

સ્કૂલ બોર્ડનાં મેમ્બરે આ સ્કૂલમાં અચાનક મુલાકાત લેતા એક રૂમમાં અગાઉ બોર્ડ દ્વારા ખરીદાયેલ મુદ્દામાલ જોવા મળ્યો હતો. તે બોક્ષને ખોલતા તેમાં બાળકો માટેના બુટ તેમજ વર્ષ 2011માં બાળકો માટે જુદા જુદા કાર્યક્રમો માટેની ટીશર્ટ મળી આવી હતી.

mantavya 55 સરકારી શાળામાં બાળકો માટેનાં બુટ અને ટીશર્ટનો જથ્થો મળ્યો,સ્કૂલ બોર્ડમાં ભ્રષ્ટાચારનો વધુ એક આક્ષેપ

આ તપાસ વખતે સ્કૂલ બોર્ડનાં નાયબ શાસનાધિકારી અશ્વીન ત્રીવેદી પણ હાજર હતા પણ મિડીયા કર્મીઓને ત્યાં જોતા તેઓ સ્કૂલમાંથી પલાયન થઇ ગયા હતા તેવુ પણ સ્કૂલ બોર્ડ સભ્યએ જણાવ્યુ હતું.