Not Set/ IPL 12 : હૈદરાબાદને માત આપી દિલ્હી ફાઈનલ તરફ અગ્રેસર, સેમીફાઈનલમાં થશે ચેન્નઇ સાથે ટક્કર

દિલ્હી કેપીટલની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 2 વિકેટથી હરાવીને જીત મેળવી હતી. સાથે દિલ્હીની ટીમ બીજા સેમીફાઈનલ મુકાબલામાં ચેન્નઇ સુપર કિંગ્સ સાથે શુક્રવાર 10 મે નાં રોજ ફાઈનલની ટીકીટ માટે લડશે. પરંતુ તે પહેલા આપને જણાવી દઇએ કે હૈદરાબાદને હરાવવા પાછળ દિલ્હીનાં કયા ખેલાડીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. દિલ્હી તરફથી પૃથ્વી શો એ 53 […]

Top Stories Sports
dc08052019 IPL 12 : હૈદરાબાદને માત આપી દિલ્હી ફાઈનલ તરફ અગ્રેસર, સેમીફાઈનલમાં થશે ચેન્નઇ સાથે ટક્કર

દિલ્હી કેપીટલની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 2 વિકેટથી હરાવીને જીત મેળવી હતી. સાથે દિલ્હીની ટીમ બીજા સેમીફાઈનલ મુકાબલામાં ચેન્નઇ સુપર કિંગ્સ સાથે શુક્રવાર 10 મે નાં રોજ ફાઈનલની ટીકીટ માટે લડશે. પરંતુ તે પહેલા આપને જણાવી દઇએ કે હૈદરાબાદને હરાવવા પાછળ દિલ્હીનાં કયા ખેલાડીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. દિલ્હી તરફથી પૃથ્વી શો એ 53 રન બનાવ્યા હતા અને ઋષભ પંતે 49 રનની તોફાની બેટીંગ કરતા ટીમની જીતને નિશ્ચિત કરી દીધી હતી.

cricket t20 ind ipl delhi kolkata 4fdcb4e2 53df 11e9 881a ac7907c23fdf IPL 12 : હૈદરાબાદને માત આપી દિલ્હી ફાઈનલ તરફ અગ્રેસર, સેમીફાઈનલમાં થશે ચેન્નઇ સાથે ટક્કર

ટોસ જીતીને દિલ્હીની ટીમે પહેલા બોલીંગ કરવાનું પસંદ કર્યુ હતુ. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. હૈદરાબાદથી મળેલા 163 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીએ શરૂઆત તોફાની અંદાજમાં કરી હતી. ઓપનર પૃથ્વી શો એ મહત્વપૂર્ણ 56 રન બનાવ્યા અને શિખર ધવને 17 રન બનાવતા 7.3 ઓવરમાં 66 રનની પ્રથમ વિકેટ માટે ભાગેદારી થઇ હતી. ધવન તોફાની કરવાની લાલસામાં દિપક હુડ્ડાનાં બોલમાં આગળ આવીને મારવા ગયો અને સ્ટંપ આઉટ થઇ ગયો હતો. તેણે 16 બોલમાં ત્રણ ચોક્કા લગાવ્યા હતા. ત્યારબાદ આવેલા દિલ્હીનાં કેપ્ટન શ્રેયસ અય્યર કોઇ ખાસ બેટીંગ ન કરતા રિદ્ધિમાન સાહાને કેચ આપી બેઠો હતો. શ્રેયસ અય્યર બાદ વિકેટો પડતા ટીમ સંકટમાં આવી ગઇ હતી.

1555236251 BeFunky collage 2019 04 14T152914.118 IPL 12 : હૈદરાબાદને માત આપી દિલ્હી ફાઈનલ તરફ અગ્રેસર, સેમીફાઈનલમાં થશે ચેન્નઇ સાથે ટક્કર

દિલ્હીની ટીમ એકપછી એક વિકેટ પડી રહી હતી. ત્યારે રિષભ પંતે મોરચો સંભાળતા રન ગતિને વેગ આપ્યો. આપને જણાવી દઇએ કે, છેલ્લી 4 ઓવરમાં દિલ્હીને જીત માટે 42 રનની જરૂર હતી. ત્યારે પંતે 18મી ઓવરમાં બાસિલ થમ્પીનાં બોલ પર 2 ચોક્કા અને 2 ચક્કા લગાવી મેચમાં રોમાંચ વધાર્યો હતો. જો કે પંત 19મી ઓવરમાં આઉટ થઇ ગયો હતો. પરંતુ આઉટ થયા પહેલા તે પોતાનુ કામ કરી ચુક્યો હતો. અહી હૈદરાબાદની ટીમને જીતની આશા જીવંત થઇ પરંતુ દિલ્હીની ટીમે છેલ્લો બોલ શેષ રહેતા 8 વિકેટથી મેચમાં જીત મેળવી લીધી હતી.