ગુજરાત/ પાટીદારો પરના તમામ કેસો પાછા ખેંચાશે, શહીદના પરિવારને નોકરી આપવામાં આવશે : CMનું આશ્વાસન

નરેશ ભાઈની હાજરીમાં મુખ્યમંત્રી એ  કેસો પાછા ખેંચવા આશ્વાસન આપ્યું છે. તો સાથે રાજદ્રોહના કેસ માં પણ યોગ્ય સમયે આગળ ની પ્રક્રિયા પૂર્ણ કરશે એવું વચન પણ આપ્યું છે. 

Top Stories Gujarat Others
atan 1 પાટીદારો પરના તમામ કેસો પાછા ખેંચાશે, શહીદના પરિવારને નોકરી આપવામાં આવશે : CMનું આશ્વાસન

પાટીદાર નેતા નરેશ પટેલ,દિનેશ બમભણીયા, ગીતા પટેલ, અલ્પેશ કથીરિયા વિગેરે આજરોજ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર નેતાઓની વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. પાટીદાર નેતા નરેશભાઈની હાજરીમાં CMએ પાટીદારોને આશ્વાસન આપ્યું હતું. અને જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન દરમિયાન પાટીદાર પર થયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવશે. તથા શહીદના પરિવારને નોકરી આપવાનું પણ વચન આપ્યું હતું. જો કે  CMએ આ અંગે  દુબઈથી પરત ફર્યા બાદ  નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાટીદાર નેતાઓએ  શહીદ પરીવારને કેવી રીતે મદદ થાય તે મુદ્દએ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.  પાટીદાર નેતાઓએ પુર્વ સરકારમાં પણ ૪ વખત આ બાબતે  રજૂઆત કરી  હતી.  પરંતુ કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સરકારમાં મુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને પણ રજૂઆત કરી છે. વહીવટીય પ્રક્રિયાને કારણે અટકી પડ્યું હોય તેમ લાગે છે.

નોંધનીય છે કે, ૧૪૦ જેટલા કેસ પાટીદારો પર છે. નરેશ ભાઈની હાજરીમાં મુખ્યમંત્રી એ  કેસો પાછા ખેંચવા આશ્વાસન આપ્યું છે. તો સાથે રાજદ્રોહના કેસ માં પણ યોગ્ય સમયે આગળ ની પ્રક્રિયા પૂર્ણ કરશે એવું વચન પણ આપ્યું છે.

પાટીદાર નેતા અને  cm વચ્ચે આજ ની 45 મિનિટ ની બેઠક માં પૂર્વ બેઠકોની ખામી ઓ ધ્યાનમાં લેવાઈ છે. સરકાર પાસે જે કેસ ની યાદી નથી તે પાટીદાર નેતાઓ પાસે માંગવામાં આવી છે. હાલ 146 જેટલા કેસો છે.  9 શહીદ પરિવાર ના લોકો ને નોકરી આપવાની વાત કરી છે. જે 3 લોકો ઇજા ગ્રસ્ત હતા તેમને વળતરની પણ માંગણી કરી છે.

પાટણ / મારુ અને મારા મિત્રનું અપહરણ થયું છે, અહીં આશારામના સાધકો હાજર છે અને અમને ખૂબ મારે છે ..

સેવા પરમો ધર્મ / જામનગરનો યુવાન વતનની વહારે, નોકરીમાં રજા મૂકી ઉમેદવારોને આપે છે ટ્રેનિંગ

Crime / MLAને અપમાનિત કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં કરાઇ પોસ્ટ, અજાણ્ય શખ્સ વિરૂધ નોંધાઈ ફરિયાદ

પૌરાણિક કથા / ખરમાસમાં ઘોડાને સ્થાને ગધેડા સૂર્યદેવનો રથ હંકારે છે, ખૂબ જ રસપ્રદ છે કથા 

મહાભારત / અભિમન્યુ કયા ભગવાનનો અવતાર હતો, જન્મ પહેલાં જ તેનું મૃત્યુ કેમ નક્કી થઈ ગયું?

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો