Jammu Kashmir/ લશ્કરના આતંકી પાસેથી પ્રથમવાર મળ્યો ‘પરફ્યુમ બોમ્બ’

જમ્મુ પોલીસે પહેલીવાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી પાસેથી પરફ્યુમ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) કબજે કર્યું છે. પોલીસે જણાવ્યું કે આ આતંકવાદી 21 જાન્યુઆરીએ…

Top Stories India
Terrorist Perfume bomb

Terrorist Perfume bomb: જમ્મુ પોલીસે પહેલીવાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી પાસેથી પરફ્યુમ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) કબજે કર્યું છે. પોલીસે જણાવ્યું કે આ આતંકવાદી 21 જાન્યુઆરીએ નરવાલમાં થયેલા બે વિસ્ફોટોમાં સામેલ હતો. પોલીસે આરીફ તરીકે ઓળખાતા આતંકવાદીની ધરપકડ કરી છે. આરિફ ત્રણ વર્ષથી પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો. ગયા મહિને નરવાલમાં 20 મિનિટના ગાળામાં બે બ્લાસ્ટમાં નવ લોકો ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું કે આતંકવાદીઓનો ઈરાદો શક્ય તેટલા લોકોને મારવાનો હતો. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (DGP) દિલબાગ સિંહે કહ્યું કે લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની અનેક વિસ્ફોટોમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. આ આતંકવાદી અગાઉ સરકારી શાળાનો શિક્ષક હતો. તે વૈષ્ણોદેવીના યાત્રિકોને લઈ જતી બસમાં થયેલા વિસ્ફોટની ઘટનામાં પણ કથિત રીતે સામેલ હતો.

સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે જમ્મુના નરવાલમાં તાજેતરમાં થયેલા બે વિસ્ફોટોની તપાસ બાદ રિયાસી જિલ્લાના રહેવાસી આરિફની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક IED (ઈમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) પણ મળી આવ્યું છે, જે પરફ્યુમની બોટલની અંદર લગાવવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર પોલીસ વડાએ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં આ પ્રકારનો બોમ્બ પ્રથમ વખત મળ્યો છે. સિંહે જણાવ્યું હતું કે આરિફ કથિત રીતે તેના પાકિસ્તાની હેન્ડલર્સના કહેવા પર કામ કરી રહ્યો હતો અને તેણે વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓને લઈ જતી બસમાં થયેલા વિસ્ફોટમાં તેની સંડોવણીની કબૂલાત કરી હતી. આ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા.

ફેબ્રુઆરી 2022 માં જમ્મુના શાસ્ત્રી નગર વિસ્તારમાં IED બ્લાસ્ટ ઉપરાંત આરિફે 21 જાન્યુઆરીના રોજ નરવાલમાં બે બ્લાસ્ટમાં તેની ભૂમિકાની પણ કબૂલાત કરી હતી, જેમાં નવ લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: Saptarishi In Budget 2023/કોણ છે સપ્તઋષિ, જેમનું નામ નાણામંત્રીએ બજેટમાં લીધું, જાણો તેમના વિશે