vibrant gujarat 2021/ વાઈબ્રન્ટ ગુજરાતને લઈ સરકાર થઇ સક્રિય, પરંતુ સમિટમાં આવેલા રોકાણને લઈ સામે આવ્યા ચોકાવનારા આંકડા

વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશ-વિદેશ અને ગુજરાત સિવાયના અન્ય રાજ્યો સાથે થતાં સમજૂતીકરારના અમલીકરણમાં વહીવટીતંત્ર દ્વારા થતાં વિલંબના કારણે વાઇબ્રન્ટ ગુજરાત સામે પ્રશ્નાર્થ સર્જાયાં છે.

Ahmedabad Gujarat
વાઈબ્રન્ટ ગુજરાત
  • ગુજરાત ઔદ્યોગિક હબ બનાવવા વડાપ્રધાનની નેમ
  • વર્ષ-2003 થી વાઇબ્રન્ટ ગુજરાતનો અપનાવ્યો અભિગમ
  • વાઇબ્રન્ટ ગુજરાત માં સમજૂતી કરારની સ્પર્ધા
  • સમજૂતી કરાર મુજબ અમલીકરણમાં પરિણામ નબળા
  • સરકારની નેમ પરંતુ તંત્રના અમલીકરણમાં વિલંબ
  • સમજૂતીકરાર મુજબ અમલ થશે ત્યારે જ વાઇબ્રન્ટ ગુજરાત સાર્થક

ગુજરાતને ઔદ્યોગિક હબ બનાવવા વર્ષ 2003 થી વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત માં દેશ-વિદેશ અને ગુજરાત સિવાયના અન્ય રાજ્યો સાથે થતાં સમજૂતીકરારના અમલીકરણમાં વહીવટીતંત્ર દ્વારા થતાં વિલંબના કારણે વાઇબ્રન્ટ ગુજરાત સામે પ્રશ્નાર્થ સર્જાયાં છે.

આ પણ વાંચો : સુરતમાં જમીનના ધંધાર્થીએ રિવોલ્વરથી પોતાને જ ગોળી મારી ટૂંકાવ્યું જીવન

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની વધુ ને વધુ તકો પ્રાપ્ય બનાવી વિકાસની હારમાળામાં ગુજરાતને વિશ્વના નક્શામાં મૂકવા વર્ષ-2003 થી તત્તાકલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતનો અભિગમ અપનાવ્યો. ઉદ્યોગવિભાગ હસ્તકના ઇન્ડેક્ષ-બીના નેજા હેઠળ દર આંતરેવર્ષે આયોજન કરવાનો નિર્ણય થયો હતો. પરંતુ કોરોનાકાળના કારણે અંતિમ વાઇબ્રન્ટ ગુજરાત 2017માં યોજોયું પછી હવે વર્ષ-2022 વાઇબ્રન્ટ ગુજરાત માટે તડામાર તૈયારી અને પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. હવે 10-મા વાઇબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારી ઉદ્યોગવિભાગ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર પણ કરી રહી છે. અત્યાર સુધીના વાઇબ્રન્ટ ગુજરાતમાં ગુજરાત સિવાયના રાજ્યો-ભારત સિવાયના દેશ અને વિદેશના અનેક ઉદ્યોગકારોને આકર્ષવા પ્રયાસ થયા છે. ગુજરાતની ધરા પર આવતાં મહેમાનો માટે રાજ્યસરકાર લાલ જાજમ બિછાવે છે. સરકારની તિજોરીમાં ઉદ્યોગકારોને આકર્ષવા મસમોટા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ હજી સુધી તેના ધાર્યા પરિણામ ગુજરાતમાં મળી શક્યા નથી , તે કડવી વાસ્તવિક્તા છે.

આ પણ વાંચો :રાજકોટમાં બનશે સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા, વાહનો પાર્કિંગ કરવા ઓનલાઇન…

વર્ષ-2017 વાઇબ્રન્ટ ગુજરાતની માહિતી

  • 24 હજાર 774 સમજૂતી કરાર થયા
  • 3  હજાર 419 પ્રોજેક્ટ મંજૂરીની પ્રક્રિયામાં
  • 3  હજાર 654 અમલીકરણ થયુ
  • 16 હજાર 943 પ્રોજેક્ટ પ્રારંભિક પ્રક્રિયામાં
  • 753 પ્રોજેક્ટ પડતાં મૂકાયાં

વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવતાં આંતરરાજ્ય અથવા દેશ-વિદેશના પ્રતિનિધિઓ માટે તેઓનું આગમન એરપોર્ટ પર થાય ત્યાંથી શરૂ કરીને તેઓ વાઇબ્રન્ટ ગુજરાત માં ભાગ લઇને એરપોર્ટ પર પરત ફરે ત્યાં સુધીની શાહી સુવિધા વહીવટીતંત્ર દ્વારા કરવામં આવે છે.  અગાઉની 9 વાઇબ્રન્ટ ગુજરાતમાં કરોડો રૂપિયાનો વાઇબ્ર્નટ્ ગુજરાત માટે ખર્ચ પછી આજે તેના મીઠા ફળ ગુજરાતને મળી શક્યા નથી , એ વાસ્તવિક્તા છે. હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પરિણામલક્ષી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા છે ત્યારે આત્મનિર્ભર ગુજરાત સંકલ્પ સાથે સમજૂતી કરાર કરવા આયોજન થયું છે, આ વાઇબ્રન્ટ ગુજરાત-2022 મુજબ થતાં સમજૂતી કરારનો અમલ કરવામાં આવશે તો ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્રો મદીનો આત્મનિર્ભર ભારત થકી આતમનિર્ભર ગુજરાત સંકલ્પ સાકાર થશે.

આ પણ વાંચો :જાણો, કેમ પત્નીથી છુપાઈને પાટણ આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આ છે કારણ

આ પણ વાંચો : રાજયની આઠ મહાનગરપાલિકામાં રાત્રી કરફયુની અવધી 30મીએ પૂર્ણ થશે

આ પણ વાંચો :લાંચ લેતા ઝડપાયેલા જેલ સિપાઈ હિતેશ રબારીના 2 દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર