Video/ સલામત સવારી ST હમારી, નીચે પડો તો જવાબદારી તમારી, ધ્રોલ-જોડિયા જતી બસમાંથી બે વિદ્યાર્થી રોડ પર પટકાયા

મુસાફરોથી ઠસો-ઠસ ભરેલી બસનો પાછળનો કાચ એકાએક તૂટતા વિદ્યાર્થીઓ નિચે પટકાયા હતા.ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others
Untitled 81 3 સલામત સવારી ST હમારી, નીચે પડો તો જવાબદારી તમારી, ધ્રોલ-જોડિયા જતી બસમાંથી બે વિદ્યાર્થી રોડ પર પટકાયા

સલામત સવારી એસટી અમારીના સ્લોગનથી દોડતી ST બસનો વધુ એક અકસ્માત સામે આવ્યો છે. જામનગરમાં ગુલાબનગર નજીક ST બસમાંથી બે વિદ્યાર્થી પટકાયા હતા. મુસાફરોથી ઠસો-ઠસ ભરેલી બસનો પાછળનો કાચ એકાએક તૂટતા વિદ્યાર્થીઓ નિચે પટકાયા હતા.ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં રહેતો લગધીરસિંહ પ્રભાતસિંહ પીંગળ નામનો કોલેજીયન વિદ્યાર્થી તેના અન્ય કોલેજીયન મિત્ર સાથે જામનગર જોડિયા-કુન્નન્ડ રૂટની ST બસમાં બેસીને આજે સવારે જામનગર આવી રહ્યા હતા. જે બસમાં જોડીયા પંથકમાંથી 125 જેટલા મુસાફરોને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ જ હતા.

ધ્રોલ-જોડિયા તરફ જતી જીજે-18-ઝેડ-4921 નંબરની ST બસમાં વિદ્યાર્થીઓની અવર જવર વધુ રહેતી હોય છે. આજે આ બસમાં 125 થી વધુ લોકોને ઠાસી ઠાસીને ભર્યા હતાં. આ બસ ગુલાબનગર પાસે પહોંચી ત્યારે એકાએક જ બસનો પાછળનો કાચ તૂટી જતાં દુષ્યંતસિંહ પ્રતાપસિંહ અને જાડેજા હરદિપસિંહ પદુભા નામના બે વિદ્યાર્થીઓ બસમાંથી રોડ પર પટકાતા બંનેને ઈજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવની જાણ થવાથી 108ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને બંને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

ઉલ્લેખનીય બાબત એ છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુવિધા માટે શરૂ કરાયેલી આ સેવાની હાલત દિવસે દિવસે કથળતી જાય છે. તેમાં પણ અમુક રૂટોમાં તો બસો એટલી ખખડધજ હોય છે કે તેમાં મુસાફરી કરતા મુસાફરોએ ઘણી વખત રોડ પર ધક્કા મારવા પડે તેવા દ્રશ્યો તો સામાન્ય બની ગયા છે.

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?