Tejasvi Yadav-CBI Summons/ તેજસ્વી યાદવ મુશ્કેલીમાં: CBIએ ડેપ્યુટી સીએમને પૂછપરછ માટે બીજી વખત સમન્સ જારી કર્યા

જમીનના બદલામાં નોકરીના મામલામાં લાલુ પ્રસાદ અને તેમના પરિવારની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. શુક્રવારે લાલુ યાદવના પુત્ર-પુત્રીઓ અને અન્ય નજીકના સંબંધીઓના ઘરો પર EDના દરોડા બાદ CBIએ હવે બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યા છે.

Top Stories India
Tejasvi Yadav તેજસ્વી યાદવ મુશ્કેલીમાં: CBIએ ડેપ્યુટી સીએમને પૂછપરછ માટે બીજી વખત સમન્સ જારી કર્યા

પટના: જમીનના બદલામાં નોકરીના મામલામાં લાલુ પ્રસાદ અને તેમના પરિવારની Tejasvi Yadav-CBI Summons મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. શુક્રવારે લાલુ યાદવના પુત્ર-પુત્રીઓ અને અન્ય નજીકના સંબંધીઓના ઘરો પર EDના દરોડા બાદ CBIએ હવે બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યા છે. સીબીઆઈના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે તેજસ્વી યાદવને બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે.

આ પહેલા 4 ફેબ્રુઆરીએ તેમને પ્રથમ વખત આ મામલે સમન્સ જારી Tejasvi Yadav-CBI Summons કરવામાં આવ્યું હતું. શનિવારે, 11 માર્ચે, સીબીઆઈએ તેમને કથિત જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાના કૌભાંડના મામલે પૂછપરછ માટે બીજી વખત હાજર થવા માટે બોલાવ્યા છે. તેજસ્વી યાદવને અગાઉ 4 માર્ચે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ CBI અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા, ત્યારબાદ શનિવારે નવી તારીખ આપવામાં આવી હતી.

તેજસ્વી યાદવને શનિવારે સવારે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટરમાં Tejasvi Yadav-CBI Summons પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જોકે તે હજુ સુધી પહોંચ્યા નથી. શુક્રવારે EDના દરોડા દરમિયાન તેજસ્વી યાદવ દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની સ્થિત તેના ઘરે હાજર હતો. સીબીઆઇ અને ઇડીએ તેજસ્વી યાદવની ગર્ભવતી પત્નીને પણ 15 કલાક સુધી બેસાડી રાખીને પૂછપરછ કરી હોવાનો દાવો લાલુપ્રસાદ યાદવે કર્યો છે.

લાલુપ્રસાદ યાદવે જણાવ્યું હતું કે અમે આ બધુ જોઈ રહ્યા છીએ અને સમય આવ્યો Tejasvi Yadav-CBI Summons અમે ચોક્કસ તેનો વળતો જવાબ આપીશું. ભાજપની શરણમાં ન આવવા બદલ અમારા કુટુંબને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યુ છે. સરકારે સમગ્ર દેશમાં વિપક્ષને જાણે નામશેષ કરવાની કસમ ખાધી છે. ભાજપ બિહારમાં પણ અમને નામશેષ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે, પરંતુ અમે કંઈ એમ નામશેષ થઈશું નહીં. અમે આ મુશ્કેલીઓમાંથી વધારે મજબૂત બનીને બહાર આવીશું. અમે હાલમાં જે પણ પરિસ્થિતિ આવી છે તેનો પૂરેપૂરી તાકાતથી અને મક્કમતાથી સામનો કરીશું. બિહારના ભાજપના રાજકીય ગણિતમાં જો કોઈ સૌથી મોટો અવરોધ હોય તો તે અમે છીએ. તેથી અમારી સામે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

ભાજપે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના પક્ષને પતાવી દીધો, તેલંગણામાં કેસીઆરની પુત્રીને ઇડીના સમન્સ મોકલ્યા છે. દિલ્હીમાં નાયબ મુખ્યમંત્રીને જેલમાં નાખ્યા છે તે બતાવે છે કે ભાજપ કેવી બદલાની રાજનીતિ રમી રહ્યો છે. પ્રજા આ બધુ જોઈ રહી છે અને તેનો જવાબ પણ પ્રજા જ અમારા વતી આપશે.

 

આ પણ વાંચોઃ ED Inquiry/ તેલંગાણાના CM KCRની દીકરી કવિતા આજે ED સમક્ષ હાજર થશે, ઘરની બહાર એકઠા થયા કાર્યકરો

આ પણ વાંચોઃ Satish Kaushik Death/ સતીશ કૌશિકનું મૃત્યુઃ ફાર્મ હાઉસમાંથી દવાઓ મળી

આ પણ વાંચોઃ SVB/ અમેરિકાની નિષ્ફળ ગયેલી SVBમાંથી થાપણદારો-રોકાણકારોએ 42 અબજ ડોલર ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો