ગુજરાત/ લોકો સાથે છેતરપિંડી કરી નેપાળ ભાગી જનારા વિનય શાહની ધરપકડ

અમદાવાદમાં હજારો લોકો સાથે છેતરપિંડિ કરીને  નેપાળ ભાગી ગયેલો વિનય શાહની  દિલ્હીથી ધરપકડ કરવામાં આવીછે

Top Stories Gujarat
Arrested by CID Crime

Arrested by CID Crime : અમદાવાદમાં હજારો લોકો સાથે છેતરપિંડિ કરીને  નેપાળ ભાગી ગયેલો વિનય શાહની  દિલ્હીથી ધરપકડ કરવામાં આવીછે.  સીઆઈડી ક્રાઈમ દ્વારા વિનય શાહને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે  વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ સામે લોકોના રૂપિયા ડબલ કરવા અને વધુ વ્યાજની લાલચ આપીને લોકો પાસેથી મસમોટી રકમ લેવાની ફરિયાદ હતી.

આ ઉપરાંત વિનય શાહ અને ભાર્ગવી શાહ પર આરોપ હતો કે મોટા કમિશન અને રોકાણને ડબલ કરવાની લાલચ આપી તેમણે લોકોને છેતર્યા હતા. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે તેની ફરિયાદ પણ દાખલ થઈ હતી.

નોંધનીય છે કે વિનય બાબુલાલ શાહ કે જેણે  ઊંચા વળતરની લાલચો આપી રોકાણકારોના 260 કરોડનું  કરી નાંખીને વિદેશ ભાગી ગયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે વિનય શાહ  દિલ્હી આવવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે સીઆઈડી ક્રાઈમ  અને રેલવે ગુજરાતની ટીમ દ્વારા દિલ્હીથી તેને રાઉન્ડઅપ કરી લેવાયો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે વિનય શાહની પત્ની ભાર્ગવીને ઝડપી પાડી હતી. રૂપિયા 260 કરોડની કથિત કૌભાંડને લઈને તેની સામે નોંધાયેલી ફરિયાદ પછી તે નેપાળ ભાગી ગયો હોવાની વિગતો સામે આવી હતી. જોકે નેપાળ પોલીસને વિગતો મળી કે વિનય ત્યાં પાસપોર્ટ વગર કમિશન આપીને વિદેશી ચલણી નોટો એક્ચેન્જ કરાવી રહ્યો છે. તો પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જે પછી તે નેપાળમાં કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયો હતો.

ઉલ્લેખનીય છે કે  વિનય શાહ સામે ગત 12 નવેમ્બર 2018માં ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આખું કૌભાંડ 260 કરોડનું હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં લોભામણી સ્કીમ લોકોને બતાવીને હજારો લોકો પાસેથી રૂપિયા મેળવીને કૌભાંડી વિનય શાહ નેપાળ ભાગી ગયો હતો. નેપાળમાં તે કોઈ બીજી સ્ત્રી સાથે ઝડપાયો હતો જે સ્ત્રીનું નામ ચંદા થાપા હોવાનું અને તેણે તે તેની પ્રેમિકા હોવાનું તરકટ રચ્યું હતું. જ્યારે આ કેસની તપાસ બાદમાં સીઆઈડી ક્રાઈમને સોંપી દેવાઈ હતી.

 

India/ OBC અને SC/STને આકર્ષવા માટે કોંગ્રેસે વ્યૂહરચના બદલી, જાણો શું છે પ્લાન

India/ આત્મહત્યાને લઈને કડક બની સરકાર, જાણો શું છે નેશનલ સુસાઈડ પ્રિવેંશન પોલિસી