Not Set/ દિલ્લી : કૂતરાને ગાડી અડી જવાની નજીવી બાબતે લોકોએ ડ્રાઈવરનો લીધો જીવ

દિલ્લી ભારતની રાજધાની દિલ્લીના ઉત્તમ નગરના મોહન ગાર્ડન વિસ્તારમાં એક દુઃખદ કિસ્સો બન્યો છે. અહી રહેતા વિજેન્દ્રની હત્યા એક નજીવી બાબતે આજુબાજુના લોકો દ્વારા કરવામાં આવી હતી. વિજેન્દ્રનો વાંક તો કે તેની ગાડી કૂતરાજેન લઈને ૫ લોકોએ ભેગા મળીને ચપ્પુથી તેની હત્યા કરી દીધી હતી. શુક્રવારે આશરે રાત્રે ૧૨ વાગ્યે વિજેન્દ્ર પોતાની ગાડી લઈને ઘર […]

India Trending
facebook live murder દિલ્લી : કૂતરાને ગાડી અડી જવાની નજીવી બાબતે લોકોએ ડ્રાઈવરનો લીધો જીવ

દિલ્લી

ભારતની રાજધાની દિલ્લીના ઉત્તમ નગરના મોહન ગાર્ડન વિસ્તારમાં એક દુઃખદ કિસ્સો બન્યો છે. અહી રહેતા વિજેન્દ્રની હત્યા એક નજીવી બાબતે આજુબાજુના લોકો દ્વારા કરવામાં આવી હતી. વિજેન્દ્રનો વાંક તો કે તેની ગાડી કૂતરાજેન લઈને ૫ લોકોએ ભેગા મળીને ચપ્પુથી તેની હત્યા કરી દીધી હતી.

શુક્રવારે આશરે રાત્રે ૧૨ વાગ્યે વિજેન્દ્ર પોતાની ગાડી લઈને ઘર તરફ આવી રહ્યા હતા. વિજેન્દ્રનો દીકરો બહાર ઉભા રહીને તેની રાહ જોઈ રહ્યો હતો. તે જેવો ઘરે પહોચ્યો કે તરત પાંચ લોકો ભેગા મળીને તેને મારવા લાગ્યા. તેઓનું કહેવું હતું કે વિજેન્દ્રની ગાડી કૂતરાને અડી ગઈ હતી. વિજેન્દ્રના દીકરાએ આ આખી ઘટના ઘરે જઈને કીધી. હુમલાખોર લોકોએ વિજેન્દ્રના મોટા ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો. થોડીવારમાં જ વિજેન્દ્રને ચપ્પુના તીક્ષ્ણ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

તમને જણાઈ દઈએ કે રાજેશ અને વિજેન્દ્ર ડ્રાઈવરની નોકરી કરતા હતા. સ્થાનિકોના કહેવા પ્રમાણે વિજેન્દ્રની ગાડી કૂતરાને અડી જવાથી તે લોકોએ હુમલો કર્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે પરંતુ પોલીસને સવાલ એ છે કે કૂતરાને ગાડી અડી જવા જેવી આટલી નાની વાત પર વિજેન્દ્રનો જીવ લેવાની શું જરૂર પડી ગઈ.