Not Set/ પીઠીના દિવસે જ યુવતીએ હોસ્પિટલના બિછાને કોરોનાએ લીધો ભોગ, પરિવારો શોકમગ્ન

જે પિતા પોતાની દીકરી ને સાસરે વળાવવા ના સ્વપ્ન જોતા હતા એજ પિતા એ દીકરી ને અંતિમ વિદાય આપવાની નોબત આવી હતી.

Gujarat Others Trending
oxigen 11 પીઠીના દિવસે જ યુવતીએ હોસ્પિટલના બિછાને કોરોનાએ લીધો ભોગ, પરિવારો શોકમગ્ન

મોટાપોઢા ગામે લગ્નનો ઉત્સાહ શોક માં પલટાયો

પીઠીના દિવસે જ યુવતી એ હોસ્પિટલના બિછાને કોરોનાની સારવારમાં દમ તોડતા પરિવારો શોક મગ્ન

કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે આવેલ ઓમ કચ્છ ફળીયા માં રહેતા પટેલ પરિવારની દીકરી મનિષાના થોડા દિવસ પૂર્વે વાપી ની એક ખાનગી હોસ્પિટલ માં નર્સ તરીકે કામ કરતી હતી. જેના લગ્ન તારીખ 24/4/2021 ના રોજ સેલવાસ ના રખોલી ગામેં નક્કી કરવામાં આવ્યા હતા. કંકોત્રી ઓ ની વહેંચણીઓ થઈ ચૂકી હતી અને પરિવાર ખૂબ હર્ષિત હતો.

પરંતુ અચાનક જ મનિષા ને તાવ આવતા તેની તબિયત લથડી અને તપાસ કરાવતા કોરોનાના લક્ષણો આવતા તેને સારવાર માટે સેલવાસ હોસ્પિટલ માં દાખલ કરવાની ફરજ પડી હતી કારણ કે વાપી વલસાડ માં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે ના બેડ ખાલી નોહતા પરિવાર ખૂબ ચિંતા માં મુકાઈ ગયું હતું.

એક તરફ લગ્ન ની તારીખ નજીક આવી રહી હતી. અને મનિષા ની તબિયત વધુ બગડી જતા તેને વેન્ટિલેટર પર સારવાર અર્થે મુકવામાં આવી હતી. તો પીઠી ના દિવસે  મનિષા એ હોસ્પિટલ ના બિછાને અંતિમ શ્વાસ લીધા. જે પિતા પોતાની દીકરી ને સાસરે વળાવવા ના સ્વપ્ન જોતા હતા એજ પિતા એ દીકરી ને અંતિમ વિદાય આપવાની નોબત આવી હતી.  બન્ને પરિવારો શોકમાં ગરકાવ થઈ ગયા સાથે ગ્રામજનો પણ લગ્ન નો માહોલ શોક માં પલટાઈ જતા શોક ની લાગણી પ્રવર્તી હતી. પરિવારજનો આજે પણ પોતાની વહાલસોયી દીકરી ગુમાવ્યા ની ખોટ વિસરી શકતા નથી. કોરોના જેવા દાનવે પિતાના સ્વપ્ન તોડ્યા સાથે દીકરી નો પણ ભોગ લીધો. આ ઘટના ના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગામ માં પડ્યા છે.

ત્યારે કોરોના જેવા રાક્ષસ સામે બચવા માટે બને એટલી કાળજી રાખવી જરૂરી છે. પોતાના સ્વાસ્થ્ય ની દરકાર દરેક વ્યક્તિ એ પોતે જ રાખવાની રેહશે …

s 6 0 00 00 00 1 પીઠીના દિવસે જ યુવતીએ હોસ્પિટલના બિછાને કોરોનાએ લીધો ભોગ, પરિવારો શોકમગ્ન