India-China Row/ ભારતની સીમામાં ઘુસ્યા ચીનના ફાઈટર જેટ, વાયુસેના એલર્ટ

ચીને ફરીથી LAC પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના વિમાન એલએસી પર નો ફ્લાય ઝોનમાં પ્રવેશ્યા હતા

Top Stories India
1 2 16 ભારતની સીમામાં ઘુસ્યા ચીનના ફાઈટર જેટ, વાયુસેના એલર્ટ

ચીને ફરીથી LAC પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના વિમાન એલએસી પર નો ફ્લાય ઝોનમાં પ્રવેશ્યા હતા. ચીનના ફાઈટર જેટ 10 કિમી અંદર ઘૂસી ગયા હતા. પૂર્વી લદ્દાખમાં ચીની ફાઈટર પ્લેન જોવા મળ્યા હતા. ચીનની કાર્યવાહીને જોતા ભારતીય વાયુસેના પણ એલર્ટ પર છે.

ચીનના ફાઈટર પ્લેન સતત આવા ઉલ્લંઘન કરી રહ્યા છે. આ કૃત્ય ચીન દ્વારા છેલ્લા એક મહિનાથી સતત કરવામાં આવી રહ્યું છે. આ પહેલા ભારતીય વાયુસેના પ્રમુખે પણ નિવેદન આપ્યું હતું કે ચીન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની 16માં રાઉન્ડની વાતચીત વચ્ચે ચીન સતત આવી હરકતો કરી રહ્યું છે. ભારતે આ વાતચીત દરમિયાન ચીન દ્વારા આ પ્રકારના ઉલ્લંઘનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ભારતીય વાયુસેના તરફથી પહેલા જ કહેવામાં આવ્યું છે કે જો ચીન તરફથી આવી કોઈ કાર્યવાહી થશે તો તેનો પણ તે જ રીતે જવાબ આપવામાં આવશે. પૂર્વી લદ્દાખમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ સંપૂર્ણ રીતે સક્રિય છે. જયારે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ ચીન દ્વારા કરવામાં આવી રહેલી ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.

ભારત અને ચીન વચ્ચે એક અઘોષિત સમજૂતી છે કે બંને દેશોના ફાઈટર જેટ LACના 10 કિમીના દાયરામાં નથી આવી શકતા અને હેલિકોપ્ટર 5 કિમીના દાયરામાં આવી શકતા નથી, પરંતુ ચીન તેની હરકતોને રોકી શકતું નથી. અગાઉ જૂનમાં પણ પૂર્વી લદ્દાખ પાસે ચીનનું ફાઈટર જેટ જોવા મળ્યું હતું. ત્યારથી ભારતીય વાયુસેના પણ એલર્ટ પર છે.