Vadodara-Policestation/ વડોદરા જીલ્લા પોલીસે મોતનો મલાજો ના જાળવ્યો

વડોદરા જિલ્લામાં કેલનપુર પાસે માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. અકસ્માતના મોતને ભેટનારાના મૃતદેહ ટેમ્પામાં લઈ જવાયા હતા.

Top Stories Gujarat Vadodara
Vadodara Policestation વડોદરા જીલ્લા પોલીસે મોતનો મલાજો ના જાળવ્યો

વડોદરાઃ વડોદરા જિલ્લામાં કેલનપુર પાસે માર્ગ અકસ્માતમાં Vadodara District Police બે લોકોના મોત થયા હતા. તેની સાથે વધારે દુઃખદ વાત એ હતી કે અકસ્માતના મોતને ભેટનારાના મૃતદેહ ટેમ્પામાં લઈ જવાયા હતા. સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સામાં મોતને ભેટનારને 108માં લઈ જવાતા હોય છે અથવા તો શબ પરિવહન કરનારી ગાડીમાં લઈ જવાય છે. આ દર્શાવે છે કે તંત્રમાં સંકલનનો કેટલો અભાવ છે અને સંવેદના પણ કેટલી મરી પરવારી છે.

માણસના જીવતા તો કશું નહી પણ મૃત્યુ પામનારાનો મલાજો પણ Vadodara District Police વડોદરાની જિલ્લા પોલીસ ન જાળવી શકે. નિયમ મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલાનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી હોય છે. પણ પોસ્ટમોર્ટમ માટે ટેમ્પામાં મૃતદેહ લઈ જવાના. હવે કદાચ અકસ્માતમાં મોતનો મલાજો જળવાય તે માટે પણ કદાચ સરકારે નિયમ લાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેથી માનવીય સંવેદના ન હોય તો પણ મોતનો મલાજો તો જળવાય. આ ઘટનામાં ડમ્પરની સાથે મોપેડ અથડાતા બે લોકોના મોત થયા હતા. મૃત્યુ પામનારા બંનેના મૃતદેહોને ટેમ્પામાં લઈ જવાયા હતા.

અકસ્માતોની સંખ્યા જે રીતે વધી રહી છે અને મૃતદેહોને લઈ જવામાં Vadodara District Police જે પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે તે જોતાં મૃતકના સ્વજનોને આઘાત લાગે તે સ્વાભાવિક છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે કમસેકમ મૃતકની મૃતદેહને યોગ્ય રીતે લઈ જવાય તે માટે સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી થઈ પડી છે. આ વાત ફક્ત હવે વડોદરા પૂરતી જ સીમિત રહી નથી. દરેક જિલ્લામાં અકસ્માત સર્જાય છે અને પછી મૃતદેહોને જાતજાતના વાહનોમાં કે અયોગ્ય રીતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવા પડે છે. તેથી આ દિશામાં યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે.

 

આ પણ વાંચોઃ Rajkot Accident/રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત

આ પણ વાંચોઃ Har Ghar Tiranga/પીએમ મોદીએ હર ઘર તિરંગા અંગે લોકોને અપીલ કરી, કહ્યુ- 13 થી 15 ઓગસ્ટ ઘર પર ત્રિરંગો ફરકાવો

આ પણ વાંચોઃ Video/સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચોઃ Defamation Case/PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ જીવનની છેલ્લી ચોરી!/વડોદરામાં ચોરી કરવા ગયેલ ચોરને મળ્યું મોત, જાણો એવું તો શું થયું કે ગુમાવ્યો જીવ