Politics/ ભાજપ અને શિવસેનાનો સંબંધ આમિર ખાન અને કિરણ રાવ જેવોઃ સંજય રાઉત

કોરોના સામે જજુમી રહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો જાણે હવે નવાઇની વાત જ નથી. તાજેતરમાં મહારાષ્ટ્રમાં અટકળોનું બજાર ગરમ છે.

Top Stories India
11 114 ભાજપ અને શિવસેનાનો સંબંધ આમિર ખાન અને કિરણ રાવ જેવોઃ સંજય રાઉત

કોરોના સામે જજુમી રહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો જાણે હવે નવાઇની વાત જ નથી. તાજેતરમાં મહારાષ્ટ્રમાં અટકળોનું બજાર ગરમ છે. આ અટકળોનું બજાર ગરમ થવા પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની બેઠક છે. તે પછી, શિવસેનાનાં મુખપત્ર સામનાએ માત્ર પોતાનું વલણ ઢીલું કર્યું જ નહીં, પરંતુ નેતાઓએ અનેક પ્રસંગોમાં કહ્યું કે, ‘ભાજપ સાથે મતભેદ છે, મનભેદ નથી’. હવે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં ‘બંને દુશ્મન નથી’ એવા નિવેદનથી હવે ફરી એકવાર ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. રાજકીય કોરિડોરમાં શિવસેના અને ભાજપ એક સાથે આવવાનો પવન ફૂંકાયો છે. આવી સ્થિતિમાં શિવસેનાનાં નેતા સંજય રાઉતે ભાજપ સાથેનાં સંબંધોની તુલના અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ સાથે કરી છે.

શિક્ષણ વિભાગ / ધો.12 સાયન્સનાં રીપીટર વિદ્યાર્થીઓ આજથી હોલ ટિકીટ ડાઉનલોડ કરી શકશે

શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી અને શિવસેના આમિર ખાન અને કિરણ રાવ જેવા છે. અમે ભારત અને પાકિસ્તાન નથી, અમારા રાજકીય માર્ગો જુદા છે પણ મિત્રતા અકબંધ રહેશે. જણાવી દઈએ કે, સંજય રાઉત અને ભાજપનાં પૂર્વ અધ્યક્ષ આશિષ શેલારની બેઠક બાદ મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. વિવિધ અટકળો વચ્ચે સંજય રાઉતે પોતાનું મૌન તોડ્યું અને શેલાર સાથેની તેમની બેઠક અંગે સ્પષ્ટતા કરી. રાઉતે કહ્યું કે, અમે એક સામાજિક કાર્યક્રમ દરમ્યાન મળ્યા હતા. વળી આપને જણાવી દઈએ કે, બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને નિર્માતા-દિગ્દર્શક કિરણ રાવનાં છૂટાછેડાની ઘોષણાનાં એક દિવસ પછી, અભિનેતાએ કહ્યું હતું કે, તેમના સંબંધો ભલે બદલાઇ ગયા હોય પરંતુ તેઓ હજી પણ સાથે છે. તેમની એનજીઓ પાની ફાઉન્ડેશનનાં ડિજિટલ ઇવેન્ટ દરમ્યાન, તેમણે કહ્યું કે, તેમના નિર્ણયથી કેટલાક લોકોને આશ્ચર્ય થશે પરંતુ તેઓ ખાતરી કરે છે કે તેઓ હજી પણ સાથે છે.

રાજકારણ / ભાગવતનાં નિવેદન પર ઓવૈસીનો વળતો પ્રહાર, કહ્યુ- આ નફરત હિન્દુત્વની ઉપજ

આ પહેલા રવિવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેમની પાર્ટી અને પૂર્વ સાથી શિવસેના દુશ્મન નથી, તેમ છતાં તેઓ કેટલાક મુદ્દાઓ પર મતભેદો ધરાવે છે. તેમણે કહ્યું કે, રાજકારણમાં કોઈ કિંતુ પરંતુ હોતુ નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું બંને ભૂતપૂર્વ સાથીદારો ફરી પાછા મળવાની સંભાવના છે. તો ત્યારે ફડણવીસે કહ્યું કે, પરિસ્થિતિને આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હવે આ અંગે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલનું નિવેદન આવ્યું છે. પાટિલે કહ્યું, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ભાજપ અને શિવસેના દુશ્મન નથી, તે 100% સાચું છે પરંતુ તેનો અર્થ એ નથી કે બંને ભેગા થઈને સરકાર બનાવશે.