Ahmedabad/ અમદાવાદીઓને મોંધવારીમાં મળી રાહત, સરકાર સસ્તા દરે કરી રહી છે અનાજનું વેચાણ

કેન્દ્ર સરકાર અને NAFED દ્વારા મધ્યમવર્ગીય અને ગરીબ લોકો માટે બજાર કરતા ઓછા ભાવે અનાજનું વેચાણ કરી રહી છે. શહેરમાં નાફેડ બેનર હેઠળ સસ્તા ભાવે અનાજ-ડૂંગળીનું વેચાણ કરવા15 ટેમ્પા ફરી રહ્યા છે.

Top Stories Ahmedabad
મનીષ સોલંકી 2023 12 01T143159.664 અમદાવાદીઓને મોંધવારીમાં મળી રાહત, સરકાર સસ્તા દરે કરી રહી છે અનાજનું વેચાણ

અમદાવાદમાં શહેરીજનોની ખુશીમાં વધુ એક વધારો થયો છે. શહેરીજનોને મોધાવારીના મારથી બચવા રાહતના સમાચાર સામે આવ્યા છે.  કેન્દ્ર સરકાર અને NAFED દ્વારા મધ્યમવર્ગીય અને ગરીબ લોકો માટે સસ્તા અનાજનું વેચાણ કરવાની પહેલ કરી છે. શહેરમાં બજારભાવ કરતા સસ્તા ભાવે અનાજ-ડૂંગળીના 15 ટેમ્પા ફરી રહ્યા છે. આ ટેમ્પામાં ઘઉંનો લોટ, ચણાની દાળ અને ડૂંગળી બજાર ભાવ કરતા ઘરે આંગણે સસ્તી વસ્તું પહોંચડાવાનું કાર્ય કરે છે. શહેરના વિવિધ વિસ્તારમાં આ ટેમ્પા ફરે છે. એક સ્થળ પર ટેમ્પો 2થી 3 કલાક વસ્તુઓનું વેચાણ કરીને નિકળી જાય છે. ખરીદનારને સરકાર તરફથી બિલ પણ આપવામાં આવે છે.

કેન્દ્ર સરકાર નાગરિકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. લોકો વધુ કિમંતના કારણે અનેક વખત પૌષ્ટિક ખોરાક એવા ઘંઉ અને ચણા જેવા અનાજની ઓછી ખરીદી કરતા હોય છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. કહેવાય છે કે ગરીબો ડુંગળી ખાઈ પોતાનું જીવન ગુજારતા હોય છે. ત્યારે ડુંગળીના ભાવ પણ આસમાને પંહોચતા ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી તેમના ભોજનથી દૂર થઈ જાય છે. મોંઘવારીનો માર મોટાભાગે ગરીબ અને મધ્યમવર્ગ પર પડતો જોવા મળે છે. આથી આ બાબત ધ્યાને લઈને સરકારે નવી પહેલ શરૂ કરી છે.

મધ્યમવર્ગ અને ગરીબોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે માટે સરકાર અને નાફેડ દ્વારા રાહત દરે ડુંગળી અને અનાજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અનેક વિસ્તારોમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પા ફરે છે. જેમાં ચણાની દાળ અને ઘંઉ જેવી ખાદ્યસામગ્રી ઉપરાંત ડુંગળી જેવા શાકનું સસ્તાદરે વેચાણ કરવામાં આવી રહ્યું છે. બજારમાં ડુંગળીનું 60થી 70 રૂપિયા પ્રતિકિલોએ વેચાણ થાય છે ત્યારે નાફેડ બેનરના ટેમ્પા હેઠળ પ્રતિ કિલો 25 રૂપિયાનું વેચાણ કરવામાં આવે છે. નાફેડ બેનરના ટેમ્પા હેઠળ અન્ય રોજિંદી ઉપયોગી ખાદ્યસામગ્રીનું બજાર કરતા ઓછા ભાવે વેચાણ કરાય છે. સરકારની આ પહેલને લોકો આવકારી રહ્યા છે. પરંતુ જોવાનું એ રહેશે કે મધ્યમવર્ગ અને ગરીબો માટે શરૂ કરાયેલ સેવાનો લોકો ગેરલાભ ના ઉઠાવે.