ગુજરાત/ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી હેતુ નિમણૂકપત્રો અપાયા, પણ હકીકત છે ભિન્ન

ગુજરાતમાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં મુખ્યપ્રધાનના હસ્તે શિક્ષકોની ભરતી હેતુ નિમણૂકપત્રો અપાયા છતાં કેટલાંક શિક્ષકોને હાજર કરાયા નથી.

Gujarat Others
11 113 ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી હેતુ નિમણૂકપત્રો અપાયા, પણ હકીકત છે ભિન્ન
  • ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકો હાજર નહીં
  • મુખ્યપ્રધાનના હસ્તે અપાયા હતા નિમણૂકપત્રો
  • સંચાલકો શિક્ષકને હાજર થવાનો કરે છે ઇન્કાર
  • અનેક શૈક્ષણિક સંસ્થાઓએ શિક્ષકોને કર્યા નહીં હાજર
  • નિયુક્તિપત્ર છતાં શાળાએ જવાના મુદ્દે શિક્ષકો દ્વિધામાં
  • ગાંધીનગર ભરતી કેન્દ્રના સચિવ સ્તરીય રજૂઆત
  • સંચાલક અને ભરતી કેન્દ્ર વચ્ચે શિક્ષકો મુશ્કેલીમાં
  • શિક્ષકોને ક્યારે ન્યાય મળશે ?

ગુજરાતમાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં મુખ્યમંત્રીનાં હસ્તે શિક્ષકોની ભરતી હેતુ નિમણૂકપત્રો અપાયા છતાં કેટલાંક શિક્ષકોને હાજર કરાયા નથી. પરિણામે શિક્ષક અને સંચાલક વચ્ચે વિવાદ છેડાયો છે. તો સમગ્ર મામલો હાલ ગાંધીનગર ભરતી કેન્દ્રનાં સચિવ સુધી પહોંચ્યો છે.

રાજકારણ / દિવંગત રામ વિલાસ પાસવાનની જન્મ જયંતિએ ચિરાગ પાસવાને કર્યુ આશીર્વાદ યાત્રાનું આયોજન

ગુજરાતમાં કોરોનાકાળ પછી શિક્ષણને વેગવાન બનાવવા શિક્ષકોની ભરતીપ્રક્રિયા સંપન્ન કરીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે તાજેતરમાં જ 2 હજાર 933 શિક્ષકોને નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના હસ્તે ટોકન શિક્ષકોને અને તેની સાથે જ જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજીને તમામ ભરતીપાત્ર શિક્ષકોને નિયુક્તિપત્રો આપવામાં આવ્યા હતા. શિક્ષકોની નિયુક્તિ થતાં મહદઅંશે શિક્ષકોમાં આનંદની લાગણી છવાઇ હતી. 2 હજાર 933 નિયુક્તિપત્રો પૈકી મોટાભાગના શિક્ષકો હાજર થયા હતા. પરંતુ અનેકસ્થળે શિક્ષકોને હાજર થવામાં વિવાદ છેડાયો હોવાનું સામે આવ્યું છે. જે મુજબ કેટલીક સંસ્થામાં શિક્ષકો નિયુક્તિ પ્રમાણે હાજર થતા નથી તો કેટલીક સંસ્થામાં સંચાલકો શિક્ષકોને નિયુક્તિપત્ર છતાં હાજર કરતાં નથી. પરિણામે કેટલાંક શિક્ષકોને હાજર થવાના મુદ્દે વિડંબણા સર્જાઇ છે. શિક્ષકોને હાજર નહીં કરવામાં સંચાલકો પણ અવઢવમાં હોવાની વિગત સામે આવી છે.

સંબોધન / PM મોદી આજે કોવિન ગ્લોબલ કોન્કલેવને કરશે સંબોધન, પોતાના મંતવ્ય રજૂ કરશે

હાજર નહીં કરેલાં સંચાલકો અને હાજર નહીં થયેલાં શિક્ષકોનો આ વિવાદ ગાંધીનગર ભરતીકેન્દ્રના સચિવ એસ.એન.ચાવડા સુધી પહોંચ્યો છે. ભરતીકેન્દ્ર દ્વારા અગાઉ પણ રજૂઆત છતાં હકારાત્મક પ્રતિભાવ શિક્ષકોને મળ્યો નથી. હવે ટૂંક સમયમાં વધુ એકવાર ભરતકેન્દ્રના સચિવ સમક્ષ રજૂઆત થશે. ભરતીકેન્દ્ર દ્વારા શિક્ષકોની નિયુક્તિ મુદ્દે કયું વલણ અપનાવાશે તે જોવું રહેશે. હાલ તો આણંદજિલ્લામાં આ પ્રકારે શિક્ષકોની સંખ્યા વધુહોવાનું જાણવા મળ્યું છે. અન્ય શહેરોમાંપણ શિક્ષકોના હાજર થવા મુદ્દે વિવાદ છે. હવે નિયુક્તિપત્ર હાથમાં છતાં શિક્ષકોને ક્યારે ફરજ પર હાજર કરાશે? એ પ્રશ્ના હકારાત્મક જવાબની રાહ શિક્ષકો જોઇ રહ્યાં છે.