Covid-19/ અમદાવાદમાં રહો છો તો સાચવજો! શહેરમાં વધુ 10 વિસ્તારો માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાયા

રાજ્યમાં હવે કોરોનાનાં કેસ રફ્તાર પકડી રહ્યા છે. ત્યારે ખાસ અમદાવાદ શહેરમાં રહેતા લોકોએ સાવધાની વધુ રાખવાની જરૂર છે. અહી સતત દૈનિક કેસમાં વધારો થઇ રહ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
  • અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો
  • શહેરમાં વધુ 10 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટમાં
  • સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં માઈક્રો કન્ટેનમેન્ટ
  • 164 મકાનોના 605 લોકો માઇક્રો કન્ટેમેન્ટમાં
  • અમદાવાદમાં કુલ 21 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ

રાજ્યમાં હવે કોરોનાનાં કેસ રફ્તાર પકડી રહ્યા છે. ત્યારે ખાસ અમદાવાદ શહેરમાં રહેતા લોકોએ સાવધાની વધુ રાખવાની જરૂર છે. અહી સતત દૈનિક કેસમાં વધારો થઇ રહ્યો છે. વળી હવે શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  ચુડાના ખાંડીયા ગામના યુવાનનું મૃત્યુ!પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો,પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી

આપને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરમાં હવે વધુ 10 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યા છે. શહેરમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. અહી 164 મકાનોનાં 605 લોકો માઇક્રો કન્ટેનમેન્ટમાં છે. શહેરમાં હવે કુલ 24 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યા છે. આ બતાવે છે કે હવે લોકોએ કેટલી સાવધાની રાખવાની જરૂર છે. તમે જાણો જ છો કે, થોડા દિવસોથી રાજ્યનાં મેટ્રો સિટટી ગણાતા અમદાવાદમાં ઝડપથી કેસ વધી રહ્યા છે. ધીમે ધીમે કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં જે કેસ પહેલા 100 ની નીચે આવી રહ્યા હતા તે હવે 200 થી ઉપર કેસ નોંધાઇ રહ્યા છે. ગુરુવારની વાત કરીએ તો શહેરમાં કોરોનાનાં કેસ 269 નોંધાયા હતા. શહેરમાં સતત વધતા કેસનાં કારણે AMC પણ ચિંતામાં મુકાઇ ગયુ છે. વળી સતત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધતા સરકાર પણ ટેન્શનમાં આવી ગઇ છે. જો કે શહેરમાં વધતા કેસોને લઈને હવે મ્યુનિ.નું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. જે વિસ્તારમાંથી કોરોનાનાં કેસો આવે છે તે કેસનાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. છેલ્લા 4 દિવસથી નોંધપાત્ર સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યાં છે તેનું એપિસેન્ટર પશ્ચિમ વિસ્તાર રહ્યુ છે. સુત્રોની માનીએ તો શહેરમાં બોડકદેવ, નવરંગપુરા, સાયન્સ સિટી, થલતેજ, નારણપુરા, પાલડી, શ્યામલ, મકરબા, સેટેલાઈટ, વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં સૌથી વધુ કોરોનાનાં કેસો મળી રહ્યાં છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા હજુ નહીંવત્ રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…