સુરત/ અડાજણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારનો ગળેફાંસો ખાઈ આપઘાત

સુરતના અડાજણ વિસ્તાર માં એક રત્નકલાકારે આપઘાત કર્યો હતો.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 30 અડાજણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારનો ગળેફાંસો ખાઈ આપઘાત

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના અડાજણ વિસ્તાર માં એક રત્નકલાકારે આપઘાત કર્યો હતો.પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ 41 વર્ષીય રત્નકલાકારે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયો હતો.પરિવારે આક્ષેપ કર્યા હતા કે મંદી ના કારણે પગારમાં ઘટાડો થાય જતા રત્નકલાકારે આ પગલું ભર્યું હતું.

હીરા નગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે.વૈશ્વિક ચાલતી મંદીના કારણે અનેક રત્નકલાકારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.અત્યારની પરિસ્થિતિને લઈ રત્નકલાકારો ખૂબ જ આર્થિક સંકલામણનો ભોગ બન્યા છે.ત્યારે સુરતમાં એક રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો.

સુરતના અડાજણ વિસ્તારમાં રહતા એક રત્નકલાકારે આપઘાત કર્યો હતો.41 વર્ષીય મેહુલ ચૌહાણે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.રત્નકલાકારના આપઘાતના પગેલ પરિવાર શોક માં ગરકાઉ થઈ ગયો હતો.

પરિવારે જણાવ્યું હતું કે મેહુલ ભાઈનો પગાર પહેલા 30 હજાર હતો જે મંદીના કારણે 15 હજાર થઈ ગયો હતો.જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું.અને પોતે આર્થિક સંકલામણનો સામનો કરી કરી રહયા હતા.જેથી આપઘાત કરી લીધો હતો.હાલ પરિવારે સરકાર પાસે સહાયની માગ કરી હતી.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :ઝારખંડ/હેમંત સોરેન ચંફાઈ સરકારના ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે, કોર્ટમાંથી મળી મંજૂરી

આ પણ વાંચો :Prime Minister Narendra Modi/આસામના બે દિવસીય પ્રવાસ પર વડાપ્રધાન મોદી, 11,600 કરોડ રૂપિયાની ભેટ આપશે

આ પણ વાંચો :Bharat Ratna/‘લાલ કૃષ્ણ અડવાણીએ જ 2002માં બચાવી હતી મોદીની ખુરશી…’, ભારત રત્નની જાહેરાત પર જયરામ રમેશે આ શું કહ્યું