Not Set/ અમદાવાદ: પાલડીમાં બાળકોની હોસ્પિટલમાં આગ, બાળ દર્દીઓ કરાયા રેસ્ક્યૂ

અમદાવાદનાં ભારચર પાલડી વિસ્તારની બાળકોની હોસ્પિટલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પાલડીનાં દેવ બિલ્ડિંગમાં આવેલ “એપલ” બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. રસ્તા પર પસાર થતા લોકોને ઘટનાનો અંદેશો આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગ લાગી હોવાની ઘટનાની માહિતી પ્રાપ્તા થતા તરંત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને યુદ્ધનાં […]

Ahmedabad Top Stories Gujarat
abad3 અમદાવાદ: પાલડીમાં બાળકોની હોસ્પિટલમાં આગ, બાળ દર્દીઓ કરાયા રેસ્ક્યૂ

અમદાવાદનાં ભારચર પાલડી વિસ્તારની બાળકોની હોસ્પિટલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પાલડીનાં દેવ બિલ્ડિંગમાં આવેલ “એપલ” બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. રસ્તા પર પસાર થતા લોકોને ઘટનાનો અંદેશો આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગ લાગી હોવાની ઘટનાની માહિતી પ્રાપ્તા થતા તરંત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને યુદ્ધનાં ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવતા 3 બાળકોને આગમાંથી ઉગારી લેવામાં આવતા જાનહાની ટળી હતી.

abad અમદાવાદ: પાલડીમાં બાળકોની હોસ્પિટલમાં આગ, બાળ દર્દીઓ કરાયા રેસ્ક્યૂ

ઘટનાની મળતી માહિતી મુજબ પાલડીનાં પરિમલ ગાર્ડન નજીક આવેલી દેવ બિલ્ડિંગનાં ચોથા માળે પર આવેલી એપલ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. સીટી ફયર ટીમને જાણ કરવામાં આવતા, 4 ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.  અને દર્દીઓ સહિત નર્સોનાં કાફલાને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણ મુજબ ઘટનાં હોસ્પિટલમાં  ગેસ સિલીન્ડ ફાટવાથી લાગી હોવાનું સામે આવી રહ્યું છે.

abad2 અમદાવાદ: પાલડીમાં બાળકોની હોસ્પિટલમાં આગ, બાળ દર્દીઓ કરાયા રેસ્ક્યૂ

આગની ઘટનાથી હોસ્પિટલમાં સેફટી બાબતે ચાલતી લાલીયા વાડી ઉઘાડી પડી ગઇ છે. હોસ્પિટલ નિયમોની એસી તેસી કરી ચલાવવામાં આવતી હોય તેમ ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવું ક્યાં સુધીનો સવાલ ફરી લોક માનસમાં ઉઠી રહ્યો છે.