Gujarat Assembly Election 2022/ બાપુનગર બેઠક પર ટક્કર થવાનું આશા, ઘણી પાર્ટીઓએ મેદાનમાં ઉતાર્યા ઉમેદવારો

અમદાવાદ જિલ્લામાં આવતી બાપુનગર વિધાનસભા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. આ વિધાનસભા સીટ પર 2012માં ભાજપે જીત મેળવી હતી, 2017માં કોંગ્રેસે ઝંડો ફરકાવ્યો હતો.

Ahmedabad Gujarat Gujarat Assembly Election 2022
બાપુનગર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બે તબક્કામાં મતદાન યોજવાનું છે જેમાં 1 ડિસેમ્બર યોજાયું હતું અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે અને તેની સાથે જ નક્કી થશે કે રાજ્યના રાજકારણમાં કયો પક્ષ જીત્યો છે. અમદાવાદ જિલ્લામાં આવતી બાપુનગર વિધાનસભા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. આ વિધાનસભા સીટ પર 2012માં ભાજપે જીત મેળવી હતી, 2017માં કોંગ્રેસે ઝંડો ફરકાવ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અમદાવાદ જિલ્લાની બાપુનગર બેઠક પરથી ભાજપ દિનેશસિંહ કુશવાહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કુશવાહની સામે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય હિંમતસિંહ પટેલને તક આપી છે. આ બેઠક માટે આમ આદમી પાર્ટીએ રાજેશભાઈ દીક્ષિતને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે જનતા દળ યુનાઈટેડ દ્વારા ઈમ્તિયાઝ ખાન પઠાણ, સમાજવાદી પાર્ટીના અલ્તાફખાન પઠાણ અને બહુજન સમાજ પાર્ટીના નગીનકુમાર સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે બાપુનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂતને નજીકની હરીફાઈમાં હરાવ્યા હતા. પટેલને 58785 અને રાજપૂતને 55718 મત મળ્યા હતા. ગુજરાતની તમામ સીટોની જેમ અહીં પણ NOTA ત્રીજા સ્થાને છે અને કુલ 1822 લોકોએ તેના નામની બાજુનું બટન દબાવ્યું છે.

આ પણ વાંચો:પ્રથમ તબક્કાના સૌથી ધનિક ઉમેદવાર, ટોપ-10માં કેટલાક સાતમું પાસ તો કેટલાક ત્રીજુ પાસ

આ પણ વાંચો:“બંગાળીઓ માટે માછલી બનાવીશું” ટિપ્પણી બદલ અભિનેતા પરેશ રાવલે માંગી માફી

આ પણ વાંચો:પ્રથમ તબક્કાનાં મતદાનનાં સત્તાવાર આંકડા જાહેર, સૈાથી વધુ નર્મદા અને ઓછું અમરેલી જિલ્લામાં