Vadodara/ વડોદરામાં નબીરાએ અકસ્માત સર્જ્યો, ગાડીમાંથી બિયરના ટીન મળ્યા

વડોદરામાં ગેંડા સર્કલ પાસે ધનાઢ્ય પરિવારના નબીરાએ બાઈક ચાલકને અડફેટે લીધો. નબીરો દારૂ પીધેલ હાલતમાં હોવાનું જાણવા મળ્યું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બાઈક ચાલક સારવાર હેઠળ.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 1 7 વડોદરામાં નબીરાએ અકસ્માત સર્જ્યો, ગાડીમાંથી બિયરના ટીન મળ્યા

ગુજરાતમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો. વડોદરામાં ગેંડા સર્કલ પાસે નબીરાએ બાઈક ચાલકને અડફેટે લીધો. અકસ્માત કરનાર નબીરો ભાગવા જતા સ્થળ પર હાજર લોકોએ તેને ઝડપી પાડ્યો. લોકોએ નબીરાને પકડતા તે દારૂ પીધેલો હોવાનો જણાવ્યો. જેના બાદ તેની કારની તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં બિયરના ટીન મળી આવ્યા. સદનસીબે આ અકસ્માતમાં ચાલકનો બચાવ થયો છે.

વડોદરમાં ગેંડા સર્કલ પાસે બેફામ દારુ પીધેલ કાર ચાલક નબીરાએ બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જનાર નબીરાની સાથે કારમાં અન્ય લોકો પણ સવાર હતા. જેમાંથી એક વ્યક્તિ ભાગવામાં સફળ થયો હતો જ્યારે અન્ય બે માણસોને ને લોકોએ પકડી પાડ્યા. જ્યારે અકસ્માત સ્થળ પર હાજર લોકોએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ચાલક વિરુદ્ધ ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધાયો. અકસ્માતમાં ઇજા પામનાર બાઈક ચાલકને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નબીરાઓ બેફામ બની રહ્યા છે. બેફામ ગાડી ચલાવવાના નબીરાઓના શોખનો ભોગ અન્ય નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. અમદાવાદનો ઇસ્કોન બ્રિજ અકસ્માત હજુ પણ લોકોના માનસમાંથી ભૂલાયો નથી. આ અકસ્માતમાં તથ્ય પટેલ નામના નબીરાએ જેગુઆરકારથી 9 નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માત સર્જી ભાગી જનાર ભાગેડુ તથ્ય પટેલ અને પુત્રના કારનામાને છુપવાનાર પિતાની પોલીસે અટકાયત કરી હતી. બંને પિતા-પુત્ર અત્યારે જેલમાં છે અને તેમના વિરુદ્ધ અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય કે ધનાઢ્ય પિતાના નબીરાઓના ગાંડા શોખ પર કયારે લગામ લગાવાશે.


આ પણ વાંચો : સમારકામ કરનારનું જ હૃદય બગડ્યુઃ હાર્ટએટેકથી મોત

આ પણ વાંચો : Israel Hamas War/ યુદ્ધ વચ્ચે રશિયાએ હમાસ સાથે આ મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરી

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ ચીન પોતાના પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધારી રહ્યું છે, 2030 સુધીમાં 1000 પરમાણુ બોમ્બ બનાવશે, અમેરિકાના અહેવાલે દુનિયાને ડરાવ્યા