રાજધાની દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં વોન્ટેડ હતો. કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યા બાદ તે ભૂગર્ભમાં ગયો હતો. ગુરુવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદીની ધરપકડ કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકી દિલ્હીમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. દિલ્હી પોલીસ થોડા સમય પછી આ કેસની વિગતવાર માહિતી આપશે.
પકડાયેલ આતંકવાદી હિઝબુલ કમાન્ડર જાવેદ અહેમદ મટ્ટુ હોવાનું સામે આવ્યું છે. મટ્ટુ પાકિસ્તાન પણ ગયો છે અને સોપોરનો રહેવાસી છે. તાજેતરમાં સોપોરમાં તેના ભાઈએ ઘરે તિરંગો ફરકાવ્યો હતો જે ખૂબ વાયરલ થયો હતો.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગુરુવારે જણાવ્યું કે હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તે જમ્મુ-કાશ્મીરમાં વિવિધ આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે. પકડાયેલા આતંકીનું નામ જાવેદ મટ્ટો છે. NIAની ટીમ પણ તેને શોધી રહી હતી.