Special gift/ રાજકોટના પૂર્વ કોર્પોરેટરનું પ્રેરક કાર્ય, મહિલા દિવસે જન્મેલી નવજાત બાળકીઓને સોનાની ચૂંક ભેટ

વિજયભાઈ વાંકે આજે મહિલા દિન નિમિત્તે સરકારી હોસ્પિટલમાં જઈ અને દીકરીના જન્મના વધામણા કરી સોનાની ચૂંક ભેટ સ્વરૂપે આપી હતી. તેઓએ સોનાની ચૂંટણી ભેટ પહેરાવી દીકરી પ્રત્યે પોતાની અનોખી રીતે પ્રદર્શિત કર્યું હતું.

Gujarat
vijay vank 2 રાજકોટના પૂર્વ કોર્પોરેટરનું પ્રેરક કાર્ય, મહિલા દિવસે જન્મેલી નવજાત બાળકીઓને સોનાની ચૂંક ભેટ

લોકડાઉનના સમયગાળામાં રાજકોટના પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ વાંક દ્વારા ગરીબોને મફતમાં ડુંગળી, નાસ લેવાનું મશીન અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓની આ ઉમદા કામગીરીને આમ જનતા એ બિરદાવી હતી. આજે મહિલા દિવસે ફરી એક વખત તેમણે અનોખી પહેલ કરી અને લોકોને તેમને બિરદાવવા માટે મજબૂર કરી દીધા છે.

Covid vaccine / કેબિનેટમંત્રી બાવળીયા એ વિછીયાની સરકારી હોસ્પિટલમાં મુકાવી કોરોના વેક્સિન,લોકોને કરી અપીલ

વિજયભાઈ વાંકે આજે મહિલા દિન નિમિત્તે સરકારી હોસ્પિટલમાં જઈ અને દીકરીના જન્મના વધામણા કરી સોનાની ચૂંક ભેટ સ્વરૂપે આપી હતી. તેઓએ સોનાની ચૂંટણી ભેટ પહેરાવી દીકરી પ્રત્યે પોતાની અનોખી રીતે પ્રદર્શિત કર્યું હતું. આ રીતે દીકરીને સન્માન કરવાની અનોખી પહેલ કરી તેમણે લોકો સમક્ષ સુંદર દ્રષ્ટાંત રજૂ કર્યું છે.

donations / રામ મંદિર માટે આ રાજ્યના લોકોએ આપ્યું સૌથી વધુ દાન, આંકડો જોઇને ચોંકી જશો

છેલ્લા કેટલાક વર્ષોથી મહિલા દિન નિમિત્તે તેમના દ્વારા અનોખા સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરની કોઈપણ હોસ્પિટલ કે ઘરે જન્મ લેનાર દરેક દીકરીને કોઈ પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સોનાની ચૂંક ભેટ સ્વરૂપે પહેરાવી હતી. તેઓના આ કાર્યને દીકરીના માતા-પિતા અને સંબંધીઓ એ સહર્ષ વધાવ્યું હતું તેમજ વખાણ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…