Not Set/ મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં પણ ભાજપની વધી મુશ્કેલી, રાજ્યના NDA ગઠબંધનમાં સીટોને લઇ ખેંચતાણ

પટના, તાજેરતમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં હાર અને કર્ણાટકમાં સરકારના ગઠનમાં નિષ્ફળ નિવડેલી ભારતીય જનતા પાર્ટી નાકામી બાદ હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યાં મહારાષ્ટ્રમાં NDAના સાથી શિવસેના દ્વારા આગામી ચૂંટણી એકલા હાથે લડવા માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ બિહારમાં પણ JDU, RLSP પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહ અને […]

Top Stories India Trending
Amit Shah and Nitish Kumar મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં પણ ભાજપની વધી મુશ્કેલી, રાજ્યના NDA ગઠબંધનમાં સીટોને લઇ ખેંચતાણ

પટના,

તાજેરતમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં હાર અને કર્ણાટકમાં સરકારના ગઠનમાં નિષ્ફળ નિવડેલી ભારતીય જનતા પાર્ટી નાકામી બાદ હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

એક બાજુ જ્યાં મહારાષ્ટ્રમાં NDAના સાથી શિવસેના દ્વારા આગામી ચૂંટણી એકલા હાથે લડવા માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ બિહારમાં પણ JDU, RLSP પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહ અને રામવિલાસ પાસવાન દ્વારા ભાજપ પર લોકસભાની બેઠકોને લઇ દબાણ બનાવવામાં આવી રહ્યું છે.

સીટોને લઇ સતત ખેચતાણ

હાલમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની થયેલી હાર બાદ સહયોગી પાર્ટીઓ દ્વારા આગામી ચૂંટણી માટે સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણી માટે સૌથી પહેલા બિહાર સરકારમાં સાથી પક્ષ JDU દ્વારા ૨૫, રામવિલાસ પાસવાને ૭ તેમજ કેન્દ્રીયમંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ પણ જલ્દી અને સમ્માનજનક સીટો આપવા માટે વાત કરી છે.

બિહારના મુખ્યમંત્રી રહેશે હાજર

અત્રે ઉલ્લેખનિય છે કે, ગત ૨૬ મેના રોજ મોદી સરકારે ચાર વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે ભાજપ દ્વારા NDA ગઠબંધનના સાથી પક્ષોને ડીનર માટે પટનામાં આમંત્રિત કર્યા છે. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાન, ડેપ્યુટી CM સુશીલ કુમાર મોદી, ભુપેન્દ્ર યાદવ, અરુણ કુમાર સહિતના અંદાજે ૧૦૦૦ નેતાઓ શામેલ થવાના છે.

આ બેઠક અને ડીનરનો મુખ્ય હેતુ બિહારમાં સરકાર બન્યા બાદ બંને પાર્ટીઓ તેમજ NDAના સહયોગી પાર્ટીઓના વચ્ચે એકજૂથતા બતાવવાનો છે.

મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં પણ ભાજપની વધી મુશ્કેલી, રાજ્યના NDA ગઠબંધનમાં સીટોને લઇ ખેંચતાણ

કેન્દ્રીયમંત્રી ઉપેન્દ્ર કુશવાહા રહેશે ગેરહાજર

બીજી બાજુ બિહારમાં જોવા મળી રહેલી આ ખેચતાણને લઇ ગુરુવારના રોજ NDA ગઠબંધનના સાથી પક્ષો માટે ભાજપ દ્વારા ભોજનનું પણ આયોજન કરાયું છે, પરંતુ આ બેઠકમાં કેન્દ્રીયમંત્રી ઉપેન્દ્ર કુશવાહા શામેલ થશે નહિ, જેને લઇ BJPની ચિંતાઓમાં વધારો થયો છે.

કુશવાહાનું કહેવું છે કે, “તેઓની સ્ટેટ લીડરશીપ નહિ પણ કેન્દ્રીય લીડરશીપ સાથે વાત છે. તેઓ બિહારના પ્રમુખ સાથે વાત કરતા નથી. તેઓની માંગ છે કે, બેઠક NDA ગઠબંધન દ્વારા બોલાવવી જોઈએ, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ બોલાવે છે.

શિવસેના લોકસભાની ચૂંટણી  લડશે એકલા હાથે

મહત્વનું છે કે, બિહાર પહેલા મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને શિવસેના વચ્ચે ખેચતાણ જોવા મળી રહી છે. હાલમાં જ યોજાયેલી પાલઘરની પેટા ચૂંટણીમાં પણ બંને પાર્ટીઓ અલગ-અલગ ચૂંટણી લડી હતી.

બીજી બાજુ આ ખેચતાણને લઇ બુધવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ બેઠક બાદ પણ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, “શિવસેના આગામી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે”.