Not Set/ #વરસાદ : જૂનાગઢ જીલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 1 કલાકમાં 4 ઇંચ

રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે. જ્યાં જોવા ત્યાં વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે. સતત વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ નિચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઇ ગયા હતા. જેથી લોકોને અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ક્યાંક ડેમો ઓવરફ્લો થયા તો ક્યાંક નદીઓ બે કાંઠે વહેવા લાગી. આવો જ નજારો […]

Top Stories Gujarat Others
jnd #વરસાદ : જૂનાગઢ જીલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 1 કલાકમાં 4 ઇંચ

રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે. જ્યાં જોવા ત્યાં વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે. સતત વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ નિચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઇ ગયા હતા. જેથી લોકોને અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ક્યાંક ડેમો ઓવરફ્લો થયા તો ક્યાંક નદીઓ બે કાંઠે વહેવા લાગી. આવો જ નજારો જૂનાગઢમા પણ જોવા મળ્યો હતો. જૂનાગઢમાં એક કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતાં આભ ફાટ્યું હતું. જેથી નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.

જૂનાગઢમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે દામોદર કુંડ સહિત દરેક નદી નાળા ઓવરફ્લો થયા હતા. તો બીજી તરફ લોકોને એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે ભારે વરસાદથી ગિરનાર પર આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.