Not Set/ અરવલ્લી થી અંતરિક્ષમાં…ત્વિષાનો તરખાટ, ISROમાં આવી અવ્વલ, નાનપણથી જ સ્પેસ સાયન્સ પ્રત્યે છે લગાવ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગોઢા ગામની 17 વર્ષની ત્વિષા ચૌધરીએ એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્વિષાએ ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ લેવલ ટુની

Gujarat Others
isro અરવલ્લી થી અંતરિક્ષમાં...ત્વિષાનો તરખાટ, ISROમાં આવી અવ્વલ, નાનપણથી જ સ્પેસ સાયન્સ પ્રત્યે છે લગાવ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગોઢા ગામની 17 વર્ષની ત્વિષા ચૌધરીએ એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્વિષાએ ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ લેવલ ટુની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવ્યો. ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણાઓ કરવા માટે પસંદગી પામતા સમગ્ર ભારત દેશનું ગૌરવ પ્રદાન કરેલ છે.

અરવલ્લી થી અંતરિક્ષ

ત્વિષાનો તરખાટ, ઇસરોની પરીક્ષામાં પ્રથમ ક્રમ
સ્પેસ ઓલમ્પિયાડની એક્ઝામમાં અગ્રેસર ત્વિષા
ટેડ એક્સ ઇવેન્ટમાં ત્વિષાની જુનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદગી
હવે ત્વિષાની અરવલ્લીથી અંતરિક્ષની સફરનો પ્રારંભ

અરવલ્લી જિલ્લામાં આવેલ મેઘરજ તાલુકાના ગોઢા ગામની ત્વિષા ચૌધરી નામની 17 વર્ષની ઉંમરમાં પોતાના સ્વપ્નોને સાબિત કરી બતાવ્યા છે જેમાં વાત કરવામાં આવે તો આ સ્વપ્નો સાર્થક બનાવવા પોતાના મમ્મી પાપા કરતા નાની નાના તેમજ પોતાના મામા મામીના સહિયોગ થી ત્વિશા નું સ્વપ્ન સાકાર થયું છે, કહેવત છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેમ નાની ઉંમરે પણ ત્વિષાએ સમગ્ર ભારતમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, હવે ત્વિષા વિદેશી સ્ટુડન્ટ્સ સાથે સ્પેસ સાયન્સની ડિબેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

વિદેશી સ્તરે હવે ડિબેટમાં તન્વી કરશે ભારતનું પ્રતિનિધિત્વ
નાનપણથી જ સ્પેસ સાયન્સ પ્રત્યે છે લગાવ
નિષ્ફળતા બાદ મળી એક્ઝામમાં સફળતા

ધોરણ પાંચમા અભ્યાસ ચાલુ હતો ત્યારે અમદાવાદ સાયન્સ સીટી દ્વારા ઇસરોના કેટલાક પ્રોજેક્ટનું એક્ઝિબિશન યોજાયું હતું. આ એક્ઝિબિશન બાદ ઘણાં લોકોએ આવી પરીક્ષાઓ આપી ઇસરોમાં પસંદગી પામ્યા હતા. ત્વિષાને આ પરીક્ષામાં સતત ત્રણ વર્ષ સુધી નિષ્ફળતા મળી હતી જોકે અથાગ મહેનત બાદ ત્વિષાને અપાર સફળતા પ્રાપ્ત થઇ. ત્વિષાએ પાંચમા ધોરણથી જે મહેનત શરૂ કરી હતી તે છેક 11મા ધોરણમાં સફળ થઇ. ત્વિષાએ રાજ્યમાં પ્રથમ અને દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે. એક્ઝામ દરમિયાન ચંદ્રયાન 2 મિશનનો લોન્ચિંગ ડિપાર્ટમેન્ટ આવ્યો હતો. ત્વિશાના માતા કહે છે કે દરેક માતાપિતાએ પોતાની દિકરીના સપના સાકાર થાય તે માટે તેને ખાસ શિક્ષણ આપવું જોઇએ.

ધ્યેયપ્રાપ્તીથી મળે છે સફળતા
ઓગસ્ટની પરીક્ષા જો કરશે પાસ તો ઇસરોમાં મળશે નોકરી
એકેડેમિક અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે

હવે આના પછી ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ મેઇન્સની પરીક્ષા જે ઓગસ્ટમાં લેવાની છે જો એમાં તે મેરિટ લિસ્ટમાં આવે તો તેને ઈસરો થકી એમ્પ્લોયર તરીકે પસંદ કરવામાં આવે ત્યાં સૌપ્રથમ તો ત્રણ વર્ષ સુધી એકેડેમિક એન્ડ પ્રેક્ટીકલ બંને રીતથી ટ્રેન કરવામાં આવે છે અને ત્યારબાદ ઇસરોમાં જ સિનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદ કરવામાં આવે છે.

@સંકેત પટેલ સાથે બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ અરવલ્લી….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…