કૃષિ આંદોલન/ ખેડૂત આંદોલન મુદ્દે શંકરસિંહ વાઘેલા નજરકેદ

ગુજરાતમાંથી પૂર્વ CM  શંકરસિંહ વધેલા ખેડૂતોના સમર્થનમાં જોડાયા છે અને શંકરસિંહ વાઘેલાએ દિલ્હી કૂચનું એલાન કર્યુ છે. જો કે શંકરસિંહ વાઘેલાને ઘરે નજર કેદ કરાયા છે.

Top Stories Gujarat Others
a 380 ખેડૂત આંદોલન મુદ્દે શંકરસિંહ વાઘેલા નજરકેદ

ખેડૂત આંદોલનને લઈને સમગ્ર દેશમાં હવે એક નવો જ વળાંક જોવા મળી રહ્યો છે. દેશની જનતા હવે ધીરે ધીરે ખેડૂત આંદોલના સમર્થનમાં ઓવા મળી રહી છે. ત્યારે હવે ગુજરામાં પણ ખેડૂત આંદોલનને ધીરે ધીરે સમર્થન મળી રહ્યું છે, કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલનને આજે 31 દિવસ થયા છે. ત્યારે ગુજરાતમાંથી પૂર્વ CM  શંકરસિંહ વાઘેલા ખેડૂતોના સમર્થનમાં જોડાયા છે અને શંકરસિંહ વાઘેલાએ દિલ્હી કૂચનું એલાન કર્યુ છે. જો કે શંકરસિંહ વાઘેલાને ઘરે નજર કેદ કરાયા છે. શંકરસિંહના નિવાસસ્થાન વસંગ વગડો ખાતે બંદોબસ્ત ગોઠવાયો છે. DySP સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે.

આ અગાઉ ગુજરાત રાજ્યના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે, અને તેમણે રાજ્યમાંથી ખેડૂત અધિકાર યાત્રા કાઢવાની જાહેરાત પણ કરી દીધી હતી. જેથી હવે શંકરસિંહ વાઘેલા ગાંધી આશ્રમથી દિલ્હી સુધી ખેડૂત અધિકાર યાત્રા કાઢવાના હતા. પરંતુ તે પહેલા જ તેમને તેમના જ નિવાસ સ્થને નજરકેદ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ગાંધીનગરસ્થિત પોતાના નિવાસસ્થાને આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રત્યે સરકારના વર્તનને અસંવેદનશીલ ગણાવતાં તેમણે કહ્યું હતું કે, “ભાજપના નેતાઓ આંદોલન કરી રહેલા ખેડૂતોને ખરાબ રીતે ચીતરવાનું કામ કરી રહી રહ્યા છે.” “ભાજપના આગેવાનો આંદોલન કરી રહેલા ખેડૂતોને નક્સલવાદી અને ખાલિસ્તાનના સમર્થક ગણાવી રહ્યા છે. તેમજ આંદોલનકારી ખેડૂતો સાથે વાત કરવાના સરકાર તરફથી પ્રયાસ કરાયા નથી.” “મેં પહેલાં ખેડૂતોની માગ સ્વીકારવા માટે અને નવ કૃષિ કાયદા પાછા ખેંચવા માટે કેન્દ્ર સરકારને 25 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…