Not Set/ મેક્સિકોની લાલ સલામ: લોપેઝ ઓબ્રદોર બન્યા પહેલા ડાબેરી રાષ્ટ્રપતિ

મેક્સિકો, આંદ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રદોરને સોમવારે મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિના પદ પર બેસવા વાળા તેઓ પહેલા ડાબેરી નેતા હશે. રાષ્ટ્રપતિ પદ માટે મેક્સિકોમાં રવિવારે મતદાન થયું હતું. જેમાં 64 વર્ષીય લોપેઝને 53 ટકા વોટ મળ્યા હતા. રીપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા 1.2 કરોડ મેક્સિકન લોકોએ પણ એમનું સમર્થન કર્યું હતું. લોપેઝ અમેરિકાના […]

Top Stories World
mexico elections મેક્સિકોની લાલ સલામ: લોપેઝ ઓબ્રદોર બન્યા પહેલા ડાબેરી રાષ્ટ્રપતિ

મેક્સિકો,

આંદ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રદોરને સોમવારે મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિના પદ પર બેસવા વાળા તેઓ પહેલા ડાબેરી નેતા હશે. રાષ્ટ્રપતિ પદ માટે મેક્સિકોમાં રવિવારે મતદાન થયું હતું. જેમાં 64 વર્ષીય લોપેઝને 53 ટકા વોટ મળ્યા હતા. રીપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા 1.2 કરોડ મેક્સિકન લોકોએ પણ એમનું સમર્થન કર્યું હતું. લોપેઝ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશનીતિના વિરોધી માનવામાં આવે છે. લોપેઝનું કહેવાનું છે કે અમેરિકામાં બહારના લોકોને વસવાટ કરવા મળવો જોઈએ.

મેક્સિકોની લાલ સલામ: લોપેઝ ઓબ્રદોર બન્યા પહેલા ડાબેરી રાષ્ટ્રપતિ

અમેરિકામાં મેક્સિકન લોકોના પ્રવેશને રોકવા માટે, સરહદ પર દીવાલ બનાવવાની વાત કરી ચુકેલા ડોનાલ્ડ ટ્રમ્પએ પણ લોપેઝને રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપ્યા હતા. ટ્રમ્પએ ટ્વીટ કર્યું કે મેક્સિકોના રાષ્ટ્રપતિ બનવા બદલ લોપેઝ ઓબ્રદોરને અભિનંદન. એમની સાથે કામ કરવા માટે હું ઉત્સાહિત છુ. અમેરિકા અને મેક્સિકોના ફાયદા માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

1200px US મેક્સિકોની લાલ સલામ: લોપેઝ ઓબ્રદોર બન્યા પહેલા ડાબેરી રાષ્ટ્રપતિ

 

 

મેક્સિકોની રાજધાની મેક્સિકો સીટીના પબ્લિક સ્ક્વેર પહોચીને લોપેઝે કહ્યું કે આજે મારી સફરનું એક ચરણ ખતમ થયું છે. હવે બીજુ ચરણ શરુ થશે. અમે મેક્સિકોને બદલવાના છીએ. અમે ઇમિગ્રન્ટ્સનું સમર્થન કરીશું. અમે અમેરિકા સાથે દોસ્તી રાખવા માંગીએ છીએ. દેશમાં હિંસા ખતમ કરવા માટે તાકાત નહિ, પરંતુ ગરીબી અને અસમાનતા ખતમ કરવાની જરૂર છે.